ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારોની પ્રથમ યાદી ત્રીજી ઓક્ટોબરે જાહેર થશે

New Update
ગુજરાત કોંગ્રેસનાં ઉમેદવારોની પ્રથમ યાદી ત્રીજી ઓક્ટોબરે જાહેર થશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીજંગના મેદાને ઉતરવા કોંગ્રેસે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ શરૃ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની પસંદગીના ધારાધોરણોના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ૩જી ઓક્ટોબરે કોંગ્રેસ પસંદ થયેલા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરે તેવી સંભાવના છે.

જણાવા મળ્યા મુજબ કોંગ્રેસે આ વખતે સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા, પ્રજામાં પ્રભુત્વ ધરાવનારા, ભાજપ સામે પ્રજાલક્ષી પ્રશ્નોના મામલે સતત લડનારા, પક્ષને વફાદાર હોય તેવા દાવેદારોને ટિકિટ આપવાની તૈયારી બતાવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની તારીખ 18મીનાં રોજ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. જેમાં ઉમેદવારોની પસંદગીના ધારાધોરણો અંગે ચર્ચા કરવામાં આવી હતી.