/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/2D11530382-JSP-NICU-Haven-2013.today-inline-large.jpg)
ગુજરાત સરકારે બાળસખા યોજના - 3 અંતર્ગત ઓછા વજન સાથે જન્મ લેનાર બાળકોની સારવારમાં મદદરૂપ બનશે, અને ખાનગી હોસ્પિટલોમાં બાળકને ધનિષ્ઠ સારવાર મળી રહે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારનાં આયોગ્ય વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, આ પરિપત્રમાં જણાવ્યા મુજબ ઓછા વજન સાથે જન્મેલ બાળકોને ખાનગી હોસ્પિટલોનાં બાળરોગ નિષ્ણાંતનાં એન.આઈ.સી. યુમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવે તો આ બાળકોની સારવાર તેમજ તેની માતા અથવા એક સંબંધીને સાથે રહેવા સહિતની સુવિધા સાથે પ્રતિ દિવસના રૂપિયા 7000 એમ સાત દિવસ સુધીનાં રૂપિયા 49000નો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
વધુમાં જાણવા મળ્યુ છે કે આ યોજનામાં લાભાર્થી માટે કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. બાળસખા યોજના - 3 હેઠળ નોંધયેલ આરોગ્ય સંસ્થા માંથી રજા આપ્યા બાદ 28 દિવસનાં સમયમાં લાભર્થીને ફરી એડમિટ કરવાની જરૂર પડે તો તે અલગ અલગ એડમિશન ગણવામાં આવશે નહિં પરંતુ 28 દિવસ બાદ દાખલ થશે તો નવું એડમિશન ગણાશે.