ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવી

New Update
ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાસે અજાણ્યા પુરુષની હત્યા કરેલી લાશ મળી આવી

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ પાસે સવારના હત્યા કરેલી હાલતમાં એક પુરુષની લાશ હોવાની માહિતી મળતા સિટી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ સામે ટ્રકોનો જમાવડો રહેતો હોય છે. ત્યારે સવારના સુમારે અજાણ્યા પુરુષની લાશ હોવાની માહિતી મળતાં સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયેલ હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અજાણ્યા પુરુષની લાશ પાસે લોહિ લાગેલા હાલતમાં પથ્થર પણ મળી આવતા પોલીસે હત્યાની શંકા દાખવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રક ધોરાજી સાઇડનો હોવાનું બહાર આવ્યું હતું અલબત્ત અજાણ્યા પુરુષની લાશ ટ્રકનો ડ્રાઈવર છે કે ક્લીનર તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.