New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/werwefr.jpg)
તારીખ ૨-૬-૨૦૧૯ ના રોજ રાત્રી દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મુલ્લાવાડાના કસાઈવાળ ખાતે ૨૦૦ કિલો ઉપરાંતના ગૌમાંસ સાથે મોહમ્મદ ઇબ્રાહિમ ખાનને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો.
જેમાં સાત જેટલી જીવતી ગાયો તથા ઍક ટેમ્પો કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.જેમાં અંકલેશ્વર શહેર પોલીસે ગૌમાસના કેસમાં સંકળાયેલા વધુ ચાર જેટલા આરોપીઓમાં કુંભારવાડ–અંકલેશ્વરનો મોહંમદ યુનુસ કુરેશી, જુની શાક માર્કેટ ખાતે રહેતો અકરમ શબ્બીર કુરેશી, જુની શાક માર્કેટ–અંકલેશ્વર ખાતે રહેતો સાદિક ગુલામ કુરેશી તથા તાડ ફળિયા–અંકલેશ્વરનો જીલાની પીર મોહંમદ કુરેશીને ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Related Articles
Latest Stories