Connect Gujarat
ગુજરાત

ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી શરુ

ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી શરુ
X

ભરૂચ જિલ્લાની 395 ગ્રામ પંચાયતો માટે તારીખ 27મીના રોજ ચૂંટણી યોજાઈ હતી. જે ઈલેક્શનની મત ગણતરી લોખંડી પોલીસ સુરક્ષા કવચ સાથે શરુ કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજમાં ગ્રામ્ય ક્ષેત્રે ખુબ જ પ્રતિષ્ઠા ભર્યો જંગ ગણાતી ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ તારીખ 29મીના રોજ સવારના 8 વગ્યા થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી મત ગણતરી શરુ થઇ હતી.

સ્ટ્રોંગ રૂમમાંથી મત પેટીઓ ગણતરી માટે બહાર કાઢવામાં આવતાની સાથે જ ઉમેદવારોમાં હાર જીની ચિંતાની લકીરો નજરે પડી હતી.

ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે જયારે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે પંચાયતી રાજના ઈલેક્શનની મત ગણતરી કરવામાં આવી રહી છે.

Next Story