New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/2-2.jpg)
5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના મતદાન પછી ચૂંટણી આયોગે એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવવાની મર્યાદા 9 માર્ચ કરી નાખી છે.
જે અંતર્ગત પંજાબ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને ઉત્તરપ્રદેશમાં 9 માર્ચે સાંજે 5:30 વાગ્યા સુધી મતદાન બાદ સર્વેક્ષણ કરવાનો અને તેના પરિણામોને પ્રકાશિત તેમજ પ્રસારિત કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આયોગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાખંડના કર્ણપ્રયાગ સીટના ઉમેદવાર કુલદીપસિંહ કનવાસી અને યુપીના અલાપુર સીટના ઉમેદવાર ચંદ્રશેખરના નિધનના કારણે આ સીટો પરનું મતદાન ટાળી દેવાયું હતું જે 9 માર્ચના રોજ યોજવાનો નિર્ણય કર્યો છે.
આ મતદાનને ધ્યાનમાં રાખીને સર્વેક્ષણને પ્રકાશિત-પ્રસારિત કરવાનો સમય લંબાવવામાં આવ્યો છે.