New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/hqdefault-1.jpg)
વિભાગ દ્વારા વન્ય જીવો માટે પાણીની કુંડીઓ બનાવામા આવી
ઉનાળાની ઋતુમા પાણીની સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે જંગલ વિસ્તારમા પણ વન્ય જીવોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોઈ છે. પરંતુ વન વિભાગ દ્વારા વન્ય જીવો માટે પાણીની કુંડીઓ બનાવામા આવી છે. તેનો એક વિડિઓ હાલ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બે સિંહણો તેમના ચાર બચ્ચાં સાથે પાણી પીતા નજર આવે છે.
આ વિડિઓ હાલ ખૂબજ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વન વિભાગની કામગીરીથી સિંહ પ્રેમીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ વિડિઓ સાસણના કનકાઈ વિસ્તારનો હોઈ તેવું અનુમાન કરવામા આવી રહ્યું છે.