Connect Gujarat
ગુજરાત

જંબુસર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:૧૦૦ જેટલાં દિવ્યાંગો, સહાયકોની ઉપસ્થિતિ

જંબુસર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:૧૦૦ જેટલાં દિવ્યાંગો, સહાયકોની ઉપસ્થિતિ
X

  • તા.૨૩ મી એપ્રિલે ભરૂચ જિલ્લાના તમામ દિવ્યાંગ મતદારોએ અચૂક મતદાનના સામૂહિક શપથ લઇ જિલ્લાવાસીઓને આપ્યો અચૂક મતદાનનો સંદેશો
  • ઇવીએમ,વીવીપેટ મશીનની તાલીમ નિષ્ણાંતો ધ્વારા દિવ્યાંગ મતદારોને અપાઇ જાણકારી

ભરૂચ જિલ્લામાં આગામી તા.૨૩ મી એપ્રિલ ૨૦૧૯ ને મંગળવારના રોજ સવારે ૦૭:૦૦ થી ૦૬:૦૦ દરમિયાન યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે યોજાનારા મતદાન સંદર્ભે જિલ્લાના દિવ્યાંગ મતદારો જે તે મતદાન મથક ખાતે ઇવીએમ, વીવીપેટ અને PWD મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કઇ રીતે કરવો તે અંગેની સમજણ સાથે આજે ભરૂચ જિલ્લાના જંબુસર નવયુગ વિદ્યાલય ખાતે આતાપી સંસ્થા અને વિકલાંગ પરિવર્તન સંસ્થાના અને નવયુગ વિદ્યાલયના ઉપક્રમે પ્રાંત અધિકારી કલસરીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ૧૦૦ જેટલાં દિવ્યાંગો તથા તેમના સહાયકોએ હાજરી આપી હતી.

[gallery td_gallery_title_input="જંબુસર ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો:૧૦૦ જેટલાં દિવ્યાંગો, સહાયકોની ઉપસ્થિતિ" td_select_gallery_slide="slide" ids="91467,91468,91469,91470"]

પ્રાંત અધિકારી કલસરીયા, મામલતદાર બી.એ.રોહિત, નોડલ અધિકારી PWD અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મુનીયા, નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર, ડીસ્ટ્રીક્ટ આઇકોન હસમુખભાઇ જંબુસરીયા સહિત અન્ય કર્મચારીગણ તેમજ ચૂંટણી શાખાના ઇવીએમ અને વીવીપેટ તાલીમ નિષ્ણાંત તેમજ સમાજ સુરક્ષા વિભાગના કર્મચારીગણ અને વિકલાંગ સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત દિવ્યાંગ મતદારોએ તા.૨૩ મી એપ્રિલે અચૂક મતદાન કરવાના સામૂહિક શપથ-પ્રતિજ્ઞા લઇ જિલ્લાવાસીઓને અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો.

આ શિબિરમાં પ્રાંત અધિકારી કલસરીયાએ દિવ્યાંગોને તા.૨૩ મી એપ્રિલ - ૨૦૧૯ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધીમાં આપનો મત આપી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરી હતી. રાજ્યની તમામ લોકસભાની ચૂંટણી કરતાં ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે દિવ્યાંગ મતદાતાઓને મતદાન કરવા પ્રેરિત કરે તે વાત તમારા માધ્યમથી થાય તે માટેની અપીલ કરવા અમે આવ્યા છીએ. દિવ્યાંગોના વાલીઓને પણ આ બાબતે જાગૃતતા દાખવી મતદાન અવશ્ય કરી આ મહાપર્વમાં જાડાવા અનુરોધ ર્ક્યો હતો.

નોડલ અધિકારી PWD અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મુનીયાએ આ દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગોનો પણ પ્રત્યેક મત કિંમતી છે. મતદાન કરવું એ આપણાં સૌની પ્રાથમિક ફરજ છે તેમ જણાવી તમામને અચૂક મતદાન કરવા અનુરોધ ર્ક્યો હતો. મામલતદાર એ.બી.રોહિતે લોકશાહીના આ મહાપર્વમાં દિવ્યાંગ મતદારોએ પણ અચૂક મતદાન કરે તેવો અનુરોધ ર્ક્યો હતો.

દિવ્યેશભાઇ પરમારે ખુબ જ આગવી શૈલીમાં દિવ્યાંગોને ૨૩ મી એપ્રિલે મતદાન માટે સવારે જ જઇ આવવા જણાવ્યું હતું. ડીસ્ટ્રીક્ટ આઇકોન હસમુખભાઇ જંબુસરીયાએ પ્રાસંગિક ઉદબોધન ધ્વારા લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનવા અનુરોધ ર્ક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવયુગ વિદ્યાલયનાચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર કર્યુ હતું.

ઇવીએમ, વીવીપેટ મશીન તાલીમ નિષ્ણાંતો ધ્વારા દિવ્યાંગ મતદારોએ મતદાન કઇ રીતે કરવું તેની સમજ તાલીમ નિષ્ણાંતો ધ્વારા મતદાતાઓને રૂબરૂમાં પ્રત્યક્ષ પુરૂ પાડીને પ્રાયોગિક રીતે દિવ્યાંગોને માહિતગાર કરાયા હતા. આ સંદર્ભની કોઇ મૂંઝવણ કે પ્રશ્ન સાંભળીને તેનું નિરાકરણ કરી તે અંગે જરૂરી માર્ગદર્શન પણ અપાયું હતું.

આ દિવ્યાંગ મતદાર જાગૃતિ શિબિરને સફળ બનાવવા માટે આતાપી સંસ્થાન, વિકલાંગ સંસ્થા બળવંતસિંહ ઠાકોર, નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શિબિરને સફળ બનાવી હતી. આ શિબિરમાં ૧૦૦ જેટલાં દિવ્યાંગો- સહાયકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અગાઉ સરસ્વતી વિદ્યામંદિર - જંબુસરના વિદ્યાર્થીઓ ધ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી અને શિબિર સ્થળે આવી સૌ વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ શિબિરમાં જાડાયા હતા.

Next Story