આજથી શરૂ થઈ શકે છે ફોન સેવા, સોમવારથી ખુલશે શાળા-કોલેજ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લાગૂ કરવામાં આવેલા કેટલાક પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી ફોન સેવા શરૂ થઈ શકે છે. જ્યારે, સોમવારથી સ્કૂલ અને કોલેજ શરૂ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમે કહ્યું કે કાશ્મીરમાં મોટાભાગની ફોન લાઈનો સપ્તાહના અંત સુધીમાં ચાલુ કરી દેવામાં આવશે અને શાળાઓ આગામી સપ્તાહ સોમવારથી ખુલી જશે.

સુબ્રમણ્યમે પ્રેસ કૉંફ્રેન્સમાં કહ્યું, ઘાટીમાં રાજ્ય સરકારના કાર્યાલયોમાં સામાન્ય રીતે કામકાજ થયું અને ઘણા કાર્યાલયોમાં તો ઉપસ્થિત પણ સારી રહી છે. તેમણે કહ્યું પાંચ ઓગસ્ટે જ્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યા, ત્યારથી ન કોઈનો જીવ ગયો કે ન કોઈ ઘાયલ થયું. પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવામાં આવ્યો હતો અને તેને બે કેંદ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરવામાં આવ્યું હતું.

સુબ્રમણ્યમે કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં પ્રતિબંધો વ્યવસ્થિત રીતે છૂટ આપવામાં આવશે. તેમણે કહ્યું પરિસ્થિતિ અનુકુળ અને શાંતિ બનાવી રાખવા માટે લોકોના સહયોગનુ ધ્યાનમાં રાખી પગલા ઉઠાવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here