Connect Gujarat
ગુજરાત

જાંબુઘોડા: પાણી ભરેલા ખાડામાં કાર ખાબકતાં એક જ પરિવારનાં સાત બાળકોના મોત!

જાંબુઘોડા: પાણી ભરેલા ખાડામાં કાર ખાબકતાં એક જ પરિવારનાં સાત બાળકોના મોત!
X

કારનું વ્હીલ નિકળી જતા કાર રસ્તા પાસેનાં પાણી ભરેલા ખાડામાં જઈ પડી અને કારમાં બંધ સાતેય બાળકો મોતને ભેટ્યા

જાંબુઘોડા- હાલોલ રોડ ઉપર ભાટ ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈન્ડિકા કારનું વ્હીલ નીકળી જતાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકતા કારમાં સવાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના એક જ પરિવારના સાત બાળકોનાં મૃત્યુ થયા છે. બોડેલીના મુસ્લિમ ખત્રી પરિવારના સભ્યો પંચમહાલ જિલ્લાનાં હાલોલ ખાતે તેમના સબંધી ને ત્યાં ગયા હતા જયાંથી શનિવારે રાત્રીના કાર લઈ બોડેલી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન જ ભાટ ગામ પાસે ઇન્ડિકા કાર નું પાછલું વ્હીલ નીકળી જતાં કાર પલટી ખાઈ હતી અને રોડ ની બાજુ માં એક પાણી ભરેલા ખાડા માં ખાબકી હતી કાર ચાલકનો જીવ બચી ગયો છે.

કાર ચાલકે કારમાંથી બહાર નીકળીને મદદ માટે બૂમા બૂમ કરતાં નજીકનાં મકાનોમાંથી કેટલાક યુવકો દોડી આવ્યા હતા. ગામનાં યુવકોએ પાણીમાં ઉતરી ગાડીના કાચ તોડી અને બાળકો ને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમ છતા પણ સાતેય બાળકો ના જીવ બચી શક્યા નહતા. જ્યારે એક બાળકી ને 108 દ્વારા ગંભીર હાલતમાં સારવાર અર્થે બોડેલી ખસેડવા માં આવી છે. ઘટના ની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it