Top
Connect Gujarat

જાણોઃ કેવી છે ફિલ્મ ‘રૂસ્તમ’ અને ‘મોહેંજો દરો’

જાણોઃ કેવી છે ફિલ્મ ‘રૂસ્તમ’ અને ‘મોહેંજો દરો’
X

આજે બે ફિલ્મો રીલિઝ થઇ છે. જેમાં સિંધુ સંસ્કૃતિ પર આધારિત ઋત્વિક રોશન સ્ટારર ‘મોહેંજો દરો’ અને મુંબઈ ના નાણાવટી કેસ પર આધારિત અક્ષય કુમારની ‘રૂસ્તમ’.

‘મોહેંજો દરો’ ફિલ્મ પાંચ હજાર વર્ષ જૂની સિંધુ ખીણની સંસ્કૃતિ પર આધારિત છે. ફિલ્મની વાર્તા ખેડૂતપુત્ર સરમન (ઋત્વિક રોશન)ની આસપાસ ફરે છે. જે એક દિવસ પોતાના સપનાના નગર મોહેંજો દરો જાય છે. અહીં તેની મુલાકાત ચાની ( પૂજા હેગડે) સાથે થાય છે. સરમન ચાનીના પ્રેમમાં પડે છે. મોહેંજો દરો નગરમાં સરમનનો સામનો નગરના પ્રધાન મહમ (કબીર બેદી) અને તેના પુત્ર મુંજા (અરૂણોદય સિંહ) સાથે થાય છે. તેના કારણે વાર્તામાં ઘણાં ટ્વિસ્ટ આવે છે. સરમન ચાનીનો પ્રેમ મેળવવામાં અને મોહેંજો દરોને મહમથી બચાવવામાં સફળ થાય છે કે નહી તે જાણવા ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિને જીવંત કરવામાં આશુતોષ ગોવારીકર સફળ થયા છે. ફિલ્મમાં ઋત્વિક રોશનની એક્ટિંગ વખાણવા લાયક છે તો બીજી તરફ પોતાની પહેલી ફિલ્મ હોવા છતાં પૂજા હેગડે પણ સારો અભિનય કર્યો છે. ફિલ્મમાં મુરલીધરનની સિનેમેટોગ્રાફી પણ કમાલની છે.

ફિલ્મનું સંગીત એ.આર.રહેમાને આપ્યું છે. ફિલ્મના બે ગીતો “તું હૈ....” અને “સરસરિયા...”અગાઉથી જ હીટ થઇ ગયા છે.

unnamed (4)

અક્ષય કુમારની ફિલ્મ ‘રૂસ્તમ’ પાંચ દાયકા જૂના નાણાવટી કેસ પર આધારિત છે. ફિલ્મની વાર્તા રૂસ્તમ પાવર ( અક્ષય કુમાર)ની આસપાસ ફરે છે. જે એક નેવી ઓફિસર છે અને પોતાની ડ્યુટી તેમજ પત્ની સિંથિયા પાવરી (ઇલિયાના ડિક્રુઝ)ને ખૂબ જ પ્રેમ કરે છે. એકવાર રૂસ્તમને એક એસાઇનમેન્ટ માટે લાંબા સમય માટે વિદેશ જવાનું થાય છે. આ દરમિયાન સિંથિયા અને રૂસ્તમના નજીકના મિત્ર વિક્રમ મખીજા ( અર્જુન બાજવા) વચ્ચે લગ્નેત્તર સંબંધો બંધાય છે. રૂસ્તમ જ્યારે પોતાની ડ્યુટી પરથી પાછો આવે છે ત્યારે તેને પત્નીના અફેયર અંગે જાણ થાય છે. તે પોતાની ઓફિસે જાય છે અને સર્વિસ રિવોલ્વર ઇશ્યુ કરીને વિક્રમ મખીજાને ત્રણ ગોળી ધરબી દે છે. ત્યારબાદ તે જાતે જ પોલીસ સ્ટેશને હાજર થઇ જાય છે. એક તરફ વિક્રમની બહેન રૂસ્તમને કડકમાંથી કડક સજા કરાવવા માટે બધા જ પ્રયાસ કરે છે તો બીજી તરફ આમ જનતા રૂસ્તમ સાથે હોય છે. આખરે કોર્ટનો ચુકાદો કોના પક્ષમાં આવે છે અને કેમ આવે છે તે જોવા ફિલ્મ જોવી પડે.

‘સ્પેશિયલ 26’ અને ‘એર લિફ્ટ’ બાદ આ ફિલ્મમાં પણ અક્ષય કુમારે જબરદસ્ત પર્ફોમન્સ આપ્યું છે. નેવી ઓફિસરના રોલમાં અક્ષય કુમાર ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. તેમજ એક પ્રેમાળ પતિ તરીકે પણ તેનો અભિનય લાજવાબ રહ્યો છે. ઇલિયાના ડિક્રુઝે ઠીકઠાક અભિનય કર્યો છે.

ફિલ્મના ગીતો “તેરે સંગ યારા” અને “જબ તુમ હોતે હો” હીટ ગયા છે. ટીનુ દેસાઇએ ફિલ્મને ખૂબ જ સારી રીતે રજૂ કરી છે. પાંચ દાયકા જૂની ઘટનાને પડદા પર જીવંત કરવામાં ટીનુ આનંદ સફળ થયા છે.

Next Story
Share it