New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/520387-vrindavanwidows-rakhis.jpg)
રક્ષાબંધનના પવિત્ર તહેવારે વારણસી અને વૃંદાવનની વિધવા મહિલાઓ દેશની રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે.
વૃંદાવન અવે વારાણસીમાંથી કુલ 10 વિધવા મહિલાઓ વડાપ્રધાનને રાખડી બાંધશે. આ દસ વિધવા મહિલાઓ વારાણસી અને વૃંદાવનની 2000 મહિલાઓનું નેતૃત્વ કરી રહી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વિધવા મહિલાઓ રક્ષાબંધન પર ભેટ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી સમગ્ર દેશની વિધવાઓ માટે ગુણવત્તાસભર જીવન અને સુરક્ષાની ખાતરી માટે માંગણી કરશે.
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળાના બાળકો સાથે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મોદીએ રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સાક્ષીના પણ વખાણ કર્યા હતા.
રક્ષાબંધનના તહેવાર પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.