Top
Connect Gujarat

જાણો કેવી છે સત્યઘટના પર બનેલી ફિલ્મ ‘બુધિયા સિંહઃ બોર્ન ટુ રન’

જાણો કેવી છે સત્યઘટના પર બનેલી ફિલ્મ ‘બુધિયા સિંહઃ બોર્ન ટુ રન’
X

તારીખ 5મી ઓગષ્ટ ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘બુધિયા સિંહઃ રન ટુ બોર્ન’ સત્યઘટના પર આધારિત છે. આજથી આઠ નવ વર્ષ પહેલા એક ચાર વર્ષના છોકરાએ 65 કિમીનું અંતર માત્ર 7 કલાક અને 2 મીનિટમાં પુરુ કરીને સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. ત્યારે ઓડિશા સહિત દેશને પણ 2016ની ઓલિમ્પિકમાં બુધિયા સિંહ ભારતને સુવર્ણ ચંદ્રક અપાવશે તેવી આશા બંધાઇ હતી. પરંતુ આજે વિધિની વક્રતા એ છે કે આજે બુધિયા સિંહ ગુમનામીમાં ગરકાવ થઇ ગયો છે.

તે સમયે તેને મળેલી પ્રસિદ્ધિને કારણે બુધિયાને અંગ્રેજી શાળામાં પ્રવેશ મળ્યો હતો. આજે પણ તે ત્યાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે અને દોડની પ્રેક્ટિસ કરે છે. પરંતુ આઠ-નવ વર્ષ અગાઉ દોડમાં પોતાની અદભૂત શક્તિ દેખાડનાર બુધિયા હવે સામાન્ય છોકરા જેવો થઇ ગયો છે.

આ ફિલ્મના સર્ટીફિકેટ પર ‘દુરંતો’ લખવામાં આવ્યું છે. જેને બાળકો માટેની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જોકે, બોક્સ ઓફિસ પર વધુ કમાણીના આશયથી ફિલ્મનું નામ ‘બુધિયાસિંહઃ બોર્ન ટુ રન’ રાખવામાં આવ્યું છે.

ફિલ્મ ઓડિશાના આદિવાસી બાળક બુધિયા સિંહ પર આધારિત છે. ફિલ્મની વાર્તા મુજબ 4 વર્ષના બાળક બુધિયા સિંહ (માસ્ટર મયુર)ને તેની માં (તિલોત્તમા શોમ) 800 રૂપિયામાં કોચ બિરંચી દાસને આપી દે છે. કારણ કે તે બુધિયાનું પાલન પોષણ કરવામાં સમર્થ હોતી નથી. જુડો સેન્ટર ચલાવતા બિરંચી દાસ એકવાર બુધિયાને સજા રૂપે સેન્ટરના ચક્કર લગાવવાનું કહ્યું અને તેઓ બાઇક લઇને બજાર જતા રહ્યા. તેઓ જ્યારે પાછા ફરી જોયું કે બુધિયો હજી પણ સેન્ટરના ચક્કર લગાવી રહ્યો હતો. બુધિયાની દોડવાની આ અદભૂત શક્તિને તેમણે પીછાણી લીધી અને બુધિયાને ખાસ તાલીમ આપવાનું શરૂ કરી દીધું.

બુધિયાએ 65 કિમીનું અંતર માત્ર 7 કલાક અને 2 મિનિટમાં પૂર્ણ કરતા તે મીડાયામાં છવાઇ ગયો. સૌથી નાની ઉંમરે મેરેથોન રેસર તરીકે તેનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં નોંધાય છે. તેને 2016ના ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રકનો દાવેદાર ગણવામાં આવે છે. તે સાથે જ ઘણાં ચાઇલ્ડ વેલફેર સંગઠન, ખેલ સંગઠનના નેતાઓ અને અધિકારીઓના હોશ ઉડી ગયા. તેમને આ વાત પર વિશ્વાસ ન આવતા તેઓ બુધિયાનો ડોપિંગ ટેસ્ટ કરાવે છે.

આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે ખેલ સંગઠન અને રાજકીય નેતાઓની ખેંચતાણમાં એક ઉભરતા એથ્લેટસના સપનાઓ તૂટે છે.

ફિલ્મ સત્યઘટના પર આધારિત છે તેથી, જો બુધિયા વિશે જાણવાની ઇચ્છા હોય તો ફિલ્મ જોવા જેવી છે. ફિલ્મમાં બુધિયાનો રોલ મયુર પટેલે ખૂબ જ સરસ રીતે નિભાવ્યો છે. ફિલ્મમાં બુધિયાના કોચની ભૂમિકા મનોજ બાજપાઇ જેવા ટેલેન્ટેડ અભિનેતાઓ કરી છે. તેમ છતાં નાનકડો મયુર પટેલ તેમને ટક્કર આપવામાં સફળ રહ્યો છે.

Next Story
Share it