જાણો ગુજરાતમાં બે મહિનામાં કેટલી વાર અને ક્યાં આવશે વડા પ્રધાન મોદી
BY Connect Gujarat1 Dec 2016 10:28 AM GMT

X
Connect Gujarat1 Dec 2016 10:28 AM GMT
આગામી દસમી ડિસેમ્બરના રોજ મોદી ગુજરાતના ડીસામાં કૃષિ અને ડેરી ઉદ્યોગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમ જાણવા મળ્યુ છે.
સાથે સાથે ચલણી નોટ રૂપિયા 500 અને 1000 રદબાતલ બાદ બનાસકાંઠા ને રાજ્યનો પ્રથમ કેશલેસ જિલ્લો જાહેર કરશે તેવી જાહેરાત રાજ્ય નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે અમદાવાદ ખાતે કરી હતી.
વધુમાં તેમણે જાણવુ હતુ કે મોદી હવે પછીના બે મહિનામાં ચાર વાર ગુજરાતની મુલાકાત લેશે અને વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે.
ડિસેમ્બરના અંતમાં વડાપ્રધાન મોદી પોતાના ડ્રિમ પ્રોજેક્ટ એવી અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ઉદ્ધઘાટનમાં પણ હાજરી આપે તેવી શક્યતાઓ નીતિન પટેલે દર્શાવી હતી.
આ સાથે તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે પીએમ જાન્યુઆરી 2017 વાઇબ્રન્ટ સમિટમાં તેમજ 21મી જાન્યુઆરીના રોજ ખોડલ ધામ ના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
Next Story