/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/SHAW-KESAVAN.jpg)
આજ રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારે પ્રથમ બેટીંગ કરવા ઉતરેલ ટીમ ઈન્ડિયા તરફથી કે.એલ.રાહુલ અને પૃથ્વી શો એ રમતની શરૂઆત કરી હતી. જો કે કે.એલ.રાહુલ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. જે બાદ પૃથ્વી શો કે જે પોતાનુ ડેબ્યુ કરી રહ્યા હતા તેમણે અને ચેતેશ્વર પુજારાએ ટીમ ઈન્ડિયાને એક સારા સ્કોર પર ઉભી રાખી હતી. દિવસના અંત ુસધીમા ચાર વિકેટના નુકશાને ભારતે 364 રન બનાવ્યા હતા. જે પૈકી ડેબ્યુ કરનાર પૃથ્વી શોના 134 રન પણ સામેલ હતા.
બીજી તરફ કપ્તાન વિરાટ કોહલી 72 રન પર અણનમ છે જ્યારે ઋષભ પંત 17 રન સાથે અણનમ છે. ત્યારે આવતીકાલે આ બંને પર ટીમને એક સારા સ્કોર તરફ લઈ જવાની જવાબદારી રહેશે. આવતીકાલે બપોરે લંચ ટાઈમ સુધીમા ટીમ ઈન્ડિયાને 500 રન કરતા પણ વધુ રન તરફ લઈ જવાની જવાબદારી રહેશે.
ત્યારે આજે મેચ પુર્ણ થયા બાદ ટીમ ઈન્યિયા તરફથી ડેબ્યુ કરનાર પૃથ્વી શો એ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યુ હતુ કે હુ ઈગ્લેંડ વિરૂધ્ધ પણ ડેબ્યુ કરી શક્યો હોત. ઈંગલેન્ડ વિરૂધ્ધ ના મેચમા મને 12મા ખેલાડી તરીકે લેવામા આવ્યો હતો. પરંતુ તે સમયે મે સિનિયર પ્લેયર્સ સાથે જે સમય ગાળ્યો હતો તે ખૂબ કામે લાગ્યો છે. મને કપ્તાન વિરાટ કોહલીએ તે સમયે કીધું હતુ કે આ ટીમમા કોઈ જુનિયર કે સિનિયર નથી. ત્યારે મને મારા સિનિયર પ્લેયર્સનો ખૂબ સપોર્ટ મળ્યો છે. આજે મને ઓપનર તરીકે ઉતારવાનો નિર્ણય મારા કપ્તાન અને કોચ દ્વારા લેવામા આવ્યો હતો. જેમના નિર્ણય પર ખરા ઉતરતા મને ખુશી થાય છે. ઉલ્લેખનીય છે કે પૃથ્વી ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો સૌથી નાની ઉંમરનો બેટ્સમને છે.