જાણો શા માટે એપલે સીઈઓ ટિમ કુકના પગારમાં ઘટાડો કર્યો

New Update
જાણો શા માટે એપલે સીઈઓ ટિમ કુકના પગારમાં ઘટાડો કર્યો

વૈશ્વિક મંદીના પગલે કંપનીના વેચાણ પર અસર થતા વર્ષ 2016માં એપલ આવક અને નફાના નક્કી કરેલ ધોરણોને પ્રાપ્ત ન કરી શકતા તેના સીઈઓ ટિમ કુકના પગારમાં ઘટાડો કર્યો હતો.

આ અંગે કંપનીએ જણાવ્યુ હતુ કે વર્ષ 2015માં કૂકનો પગાર 10.28 મિલિયન હતો જે વર્ષ 2016માં ઘટાડીને 8.75 મિલિયન કરવામાં આવ્યો હતો.

સૂત્રીય માહિતી અનુસાર કંપનીનું વાર્ષિક વેચાણનું લક્ષ્ય 223.6 અબજ ડોલર હતુ જે 215.6 અબજ ડોલર રહ્યુ હતુ. આ સાથે તેની ઓપરેટિંગ આવક 60.3 અબજ ડોલરની ધારણા હતી જે 0.5 ટકા સાથે 60 અબજ ડોલર રહી હતી.

કુક અને બીજા એપલના 5 સૌથી વરિષ્ઠ અધિકારીઓના પગારમાં પણ 2016માં ઘટાડો કરવામાં આવ્યો હતો.

હવે એપલ તેના સપ્ટેબરમાં લોંચ કરવામાં આવેલ આઈફોન 7 અને તેના બીજા વર્ઝન જે આઈફોન ની 10 મી વર્ષગાંઠ પર બહાર પાડવાની આશા છે તેના પણ નજર દોડાવી રહ્યુ જેનાથી નજીકના ભવિષ્યમાં સારી કમાણી કરી શકાય.