જાણો શા માટે રાજકોટ મનપા 1લી ડિસેમ્બરથી હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી કચરો નહિ સ્વીકારે

New Update
જાણો શા માટે રાજકોટ મનપા 1લી ડિસેમ્બરથી હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી કચરો નહિ સ્વીકારે

રાજકોટ મનપા દ્વારા આગામી તા.1લી ડિસેમ્બરથી શહેરની હોટેલ અને રેસ્ટોરન્ટસમાંથી કચરો સ્વીકારવામાં નહી આવે તેવી મહત્ત્વપૂર્ણ જાહેરાત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.

મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આજ રોજ હોટેલ્સ, રેસ્ટોરન્ટસ અને હોસ્ટેલ્સના માલિકો સહિત 50થી 60 પ્રતિનિધિઆે સાથે બેઠક યોજવામા આવી હતી. જે બાદ મ્યુનિ.કમિશનર દ્વારા જાહેરાત કરવામા આવી હતી કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 અંતર્ગત હોટેલ અને રેસ્ટોરન્ટસ દ્વારા કચરાનો નિકાલ જાતે કરવાનો રહેશે. તેમજ તે માટે ‘આેન સાઈટ પ્રાેસેસિંગ’ ફરજિયાત કરવાનુ રહેશે. આમ, આ નિર્ણયનો સિધો મતલબ છે કે હવેથી હોટેલ-રેસ્ટોરન્ટમાંથી નીકળતાં કચરાનું પ્રાેસેસિંગ પણ જે તે હોટેલ અને રેસ્ટોરન્ટે કરવાનું રહેશે.

તેમજ જો ભવિષ્યમા આ નિર્ણયની અમલવારી નહી કરતા હોટલ, રેસ્ટોરન્ટસ અને હોસ્ટેલ્સ દ્વારા કરવામા નહી આવે તો દંડની કાર્યવાહી પણ કરવામા આવશે

Latest Stories