જાત-જાતનાં લોકો અને ભાત-ભાતનાં લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયુ છે, પીએમ નરેન્દ્ર મોદી

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક જ દિવસમાં કચ્છ, રાજકોટ, અમરેલીમાં જાહેરસભાઓ સંબોધી હતી. પીએમ મોદીએ કચ્છ આશાપુરા માતાનાં મઢથી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. મા આશાપુરાની પૂજા અને આરતી કરી વડાપ્રધાન મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકોને મળ્યા હતા.

ત્યારબાદ ભુજનાં સભાસ્થળ ખાતે ભાજપનાં અગ્રણી નેતાઓની ઉપસ્થિતીમાં પીએમ મોદીનું આગવી ઢબે સ્વાગત કરાયું હતુ. વડાપ્રધાનનું કચ્છી સાલ અને પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં કરી હતી. મોદીએ આ તકે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપ પર કિચડ ઉછાળનાર કોંગ્રેસનો આભાર માની કહ્યું હતુ કે કિચડ કમળને ખીલવામાં મદદ કરશે.વધુમાં તેઓએ જાત-જાતના લોકો અને ભાત-ભાતના લોકોએ એટલો કાદવ ઉછાળ્યો છે કે હવે કમળ ખીલવાનું આસાન થઇ ગયું છે. તેમજ કોંગ્રેસ વંશવાદની રાજનીતિ રમતુ હોવાનું જણાવ્યું હતુ.

ભુજ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જસદણ ખાતે પણ ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે હુંકાર કર્યો હતો કે 2 મહિનાથી ગુજરાતમાં કોંગ્રેસે ચરિત્ર ગુમાવ્યું છે, કોંગ્રેસે ગુજરાતમાં 4 પાટીદાર CMને શાંતિથી બેસવા નથી દીધા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here