/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/Untitled-1-Recovered-copy-4.png)
- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી માં બે દિવસીય રાષ્ટ્રીય સ્તરનો પરિસંવાદનું આયોજન
- આ પરિસંવાદ માં ભારતભર માંથી 350 જેટલા ડેલિગેટસ એ ભાગ લીધો
જામનગર ની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી માં બે દિવસીય રાષ્ટ્રીય સ્તર નો પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી આયુર્વેદ સંશોધન સાથે જોડાયેલા 350 શિક્ષકો વિધ્યાર્થીઓ જોડાયા હતા.
જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવસિટી સંલગ્ન ઇન્સ્ટીટ્યુટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાના 64માં સ્થાપના દિને ડાયેટિકસ એન્ડ આયુર્વેદ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સ્તર ના પરિસંવાદ યોજવામાં આવ્યા હતા જેમાં દેશમાંથી આયુર્વેદ વિજ્ઞાન માં સંશોધન સાથે જોડાયેલા લગભગ 350 શિક્ષકો, વિધ્યાર્થીઓ ડેલિગેટસ ભાગ લીધો હતો કુલપતિ વૈધ સંજીવ ઓઝા ના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય પરિસવાદ ના ઉદ્ઘાટન માં કેન્દ્ર સરકાર ના આયુષ વિભાગ ના સચિવ વૈધ રાજેશ કોટેચા કે જેઓ આ યુનિવસિટી ના ભુતપૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે તથા ડો. ,મનોજ નેસરી ઉપરાંત આયુવેદ ક્ષેત્ર ના વિધવાનો શિક્ષકો અને વૈજ્ઞાનિકો જોડાયા અને સમારંભ માં સુવેનિયર તથા પુસ્તકો નું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ ડો. પી એમ મહેતા સ્મૃતિ વ્યાખાન અંતર્ગત ચીકીત્સા કેન્દ્રિય પરિષદ ના અધ્યક્ષ વૈધ જયંત દેવપૂજારી ના પ્રવચન નું આયોજન કર્યું હતું samgra કાર્યક્રમ માં જયપુર ભોપાલ મુંબઈ પૂના ઉજ્જૈન દિલ્હી અને અન્ય શહેરોથી આયુર્વેદ સંશોધન સાથે વર્ષો થી જોડાયેલા વૈજ્ઞાનિકો પ્રોફેસરો એ વકતાવ્યો આપ્યા હતા અને શોધપત્રો નું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું