/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/04215804/6-1.jpg)
ર્સ્વોડ માછલી પરથી નામ પાડવામાં આવ્યું વાલસુરા, લોગો માં માછલીના રેખાચિત્રને સ્થાન આપવામાં આવ્યું
આજે 4 ડિસેમ્બરને નૌ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્ર્વ યુધ્ધ સમયે
ભારત-પાકિસ્તાન વચ્ચે 2 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ચાલેલા યુધ્ધ દરમ્યાન અરબી
સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઓપરેશન ત્રિશુલ અને ઓપરેશન અજગર હેઠળ નૌ સેનાના જવાનોએ
તારીખ 4 અને 8 ડિસેમ્બરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી કરાંચી બંદર પર તોપમારો કરી
બંદરને નેસ્નાબુદ કરી નાખવામાં આવ્યું હતું.
આ કામગીરી નૌ સેના દ્વારા કરવામાં આવી હોય 4 ડિસેમ્બરને આ જાંબાજ કામગીરીને
યાદ રાખી પ્રતિ વર્ષ નૌ સેના દિવસ ઉજવવામાં આવે છે. જેમાં જામનગર સ્થિત આઇ.એન.એસ.
વાલસુરા પણ સામેલ છે. જામનગર નજીક અરબી સમુદ્ર પાસે આવેલા રોઝી માતાના મંદિર
પાસેનો વિસ્તાર રોઝીબેટથી ઓળખાય છે. આજ વિસ્તારમાં દેશના અગ્રણી અને સુરક્ષાની
દ્રષ્ટીએ મહત્વના કહી શકાય તેવા નેવેલ યાર્ડ આઇ.એન.એસ. વાલસુરાની સ્થાપના કરવામાં
આવી હતી.
માત્ર સીમાને સુરક્ષા પુરી પાડવાના કામ સિવાય તામીલી મથક પણ છે અને અહીં
દેશના ભાવી નૌ સેના જવાનોને અતિ આધુનિક તાલીમ પણ આપવામાં આવે છે. નૌ સેના મથક
ઉપરાંત ભાવી જવાનો માટે ના તાલીમ મથક હોવાથી દેશના અન્ય નેવેલ બેઝની સરખામણીએ
આઇ.એન.એસ. વાલસુરાનું મહત્વ નૌ સેનામાં વિશેષ જોવા મળે છે.
જામ સાહેબ દિગ્વીજયસિંહ રણજીતસિંહ જાડેજા દ્વારા દેશના સીમાડાઓ સુરક્ષીત
રહે અને ખાસ કરીને દુશ્મન દેશ પાકિસ્તાન સાથેની સમુદ્રી સીમામાં યુધ્ધના સમયે
ગુજરાત - દેશનું રક્ષણ થઇ શકે તેવા શુભહેતુસર તેમની માલિકીની 30 એકર જગ્યા માત્ર 1
રૂપિયાના ટોકન દર પર નૌ સેનાને ભાડે આપવામાં આવી 1942 ની સાલમાં નૌ સેનાને ભાડે
આપવામાં આવેલી જગ્યા પર થોડા જ સમયના અંતરે 15 ડિસેમ્બર 1942 ના રોજ રાજમાતા
ગુલાબકુંવરબા દિગ્વીજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં એડમીરલ હાર્બટ ફીટ ઝરર્થ ફલેગ
ઓફીસર સાથે કમિશનીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેવીના જવાનોએ પરેડ
ગ્રાઉન્ડમાં પરેડ યોજી હતી અને રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આઇ.એન.એસ. વાલસુરાના ઇતિહાસ તરફ નજર કરીએ તો સ્વોર્ડફીશ (તૂજ્ઞમિરશતવ) ના
નામ વાલ પરથી વાલસુરા નામ પાડવામાં આવ્યું છે અને નૌ-સેના મથકના ઓફીસીયલ લોગોમાં
પણ આ માછલીને ચિહન રૂપી રાખવામાં આવી છે.
વાલસુરામાં ફરજ બજાવતા નૌ સેનાના જવાનો તેમના પરિવારથી દુર ના રહે તે માટે
અહીં વિશાળ ટાઉનશીપ પણ બનાવવામાં આવી છે આ ઉપરાંત પરેડ ગ્રાઉન્ડ, કેન્દ્રીય વિદ્યાલય, રમત માટેનું વિશાળ પેવેલીયન, ઇલેકટ્રીક સ્કુલ મીની થિયેટર તેમજ અતિ આધુનીક રડાર સીસ્ટમ સામેલ છે.
સુરક્ષા ને લઇ આ તમામ વિસ્તારો પ્રતિબંધીત જાહેર કરવામાં આવ્યા છે અને આ
વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર વિસ્તારના ફરતે મોટી
દિવાલ અને કાંટાળા ઇલેકટ્રીક તાર બાંધી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ઊંચાઇ પર વોચ
ટાવર બનાવી 24 કલાક 365 દિવસ સલામતી સ્ટાફ રસ્તા પરની ગતિવિધીઓ પર નજર રાખે છે.
આજે 4 ડિસેમ્બરના નેવી-ડે પ્રસંગે વાલસુરામાં બીટીંગ ધ રીટ્રીટ નો
કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વાલસુરાના પરેડ ગ્રાઉન્ડ પર નૌ સેનાના જવાનો
કરબતો રજુ કરશે અને તેવી બેન્ડની સુરાવલીઓ રેલાવશે ખાસ કરીને નેવીનું આકર્ષણ બનેલા
બેગ પાઇપર બેન્ડ પર તેમની સુરાવલી થી હાજર લોકોને મંત્ર મુગ્ધ કરશે ત્યારબાદ
નેવીના કમાંડીંગ ઓફીસર સી.રઘુરામ (માસ્ટર ઓફ સાયન્સ ઇલેકટ્રીકલ સીસ્ટમ યુ.કે.)
દ્વારા તેમના નિવાસ સ્થાન વાલસુરા હાઉસ ખાતે ખાસ તૈયાર કરાયેલ કેક ને તલવારથી
કટીંગ કરી આજના દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે.