જામનગર : ચોકીદારીની હત્યા પ્રકરણમાં એલસીબી પોલીસે આરોપીની કરી ધરપકડ

New Update
જામનગર : ચોકીદારીની હત્યા પ્રકરણમાં એલસીબી પોલીસે આરોપીની કરી ધરપકડ

ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર આરોપીનેએલસીબીપોલીસેબિહારથીકરીધરપકડ

જામનગરના ભારે ભીડભાડવાળા વિસ્તાર એવા ખંભાળિયા ગેઇટ નજીક આવેલ ડો.બક્ષીના બંગલામાં ચોકીદારની હત્યા નીપજાવી અને ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર આરોપીને એલસીબી પોલીસે બિહારથી તેની ધરપકડ કરી હતી.અને પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ મુદામાલ કબજે કર્યો છે

ખંભાળિયા નાકા પાસે આવેલ ડોકટર નરોતમભાઈ અને ડોકટર નીલાબેન બક્ષીનાં બંગલામાં રાત્રે ચોકીદારી કરતા ત્રિભોવનભાઈ વિઠલદાસ બકરાણીયાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને અજાણ્યા શખ્સો બંગલા અંદરથી રોકડ, સોના-ચાંદી ના દાગીના સહીત ની ચીજવસ્તુઓ અને એક હોન્ડા સીટી કાર ઉપરાંત ની મતા ચોરી કરી નાશી ગયા હતા.

જામનગર એલસીબી પોલીસે બાતમીના આધારે સોની સિક્યુરીટી એજન્સીના સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા સંજીત સતનારાયણ ચૌધરીની સંડોવણી છે અને આ બનાવ ને અંજામ આપી તે પોતાના વતન બિહાર નાશી છૂટ્યો છે જેને લઇ ને એલસીબીની એક ટુકડી દ્વારા આરોપીના સગડ મેળવવા મધ્યપ્રદેશ થઇ બિહાર સુધી તપાસ લંબાવીથી જ્યાં પોલીસે સમસ્તીપુર જીલ્લાનાં ગરસીસાઈ ગામેથી સંજીત ને પકડી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી રૂપિયા ૩૦૦૦ રોકડ તથા ચોરી કરેલ બે પર્સ અને ત્રણ સાડી તથા મોબાઈલ ફોન સહીત નો મુદામાલ મળી આવ્યો હતો પોલીસ આ શખ્સ ને સાથે લઇ જામનગર પરત આવી હતી અને આગળ ની તપાસ હાથ ધરી હતી