જામનગર: દાબેલી બ્રેડના રૂપિયાની ચુકવણી બાબતે યુવાનની કરાઇ હત્યા

New Update
જામનગર: દાબેલી બ્રેડના રૂપિયાની ચુકવણી બાબતે યુવાનની કરાઇ હત્યા

જામનગરમાં જાણે હત્યાનો સિલસિલો અટકવાનું નામજ નથી લેતો, થોડા દિવસ પૂર્વે ઈંડા કરીની રેંકડી પર બબાલ થયા બાદ યુવકની હત્યાને હજુ થોડા જ દિવસો થયા છે. ત્યાં ફરી એક વખત બેડી વિસ્તારમાં રેંકડી પર હત્યાનો બનાવ બનતા લોકોમાં કાયદો અને વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે.

જામનગરના બેડી વિસ્તારમાં એકડેએક બાપુની જગ્યા નજીક દાબેલી બ્રેડની રેંકડી પાસે ગત રાત્રીના દાબેલી બ્રેડ ખાધા બાદ રૂપિયા નહીં આપતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને થોડા સમયમાં બોલાચાલીએ જૂથ અથડામણનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં હત્યારાઓએ મૃતકના ઘેર જઇ બબાલ કરી હતી. આ ઘટનામાં મહેબૂ ઇલ્યાસ નામના યુવાનની હત્યા કરાઇ હતી. પોલીસે હત્યાના આઠ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.