જામનગર નો આર્યન ઝા સીબીએસસીની પરીક્ષામાં 500 માર્કસ માંથી 499 માર્ક્સ સાથે થયો ટોપર

New Update
જામનગર નો આર્યન ઝા સીબીએસસીની પરીક્ષામાં 500 માર્કસ માંથી 499 માર્ક્સ સાથે થયો ટોપર
  • સીબીએસસી ની પરીક્ષા માં જામનગર નો વિદ્યાર્થી ટોપર થયો
  • આર્યન ઝા ના પરિવાર માં હર્ષ ની લાગણી

આજે સીબીએસસી બોર્ડ નું ધોરણ 10નું ઇન્ટરનેટ ના માધ્યમ થી પરિણામ જાહેર થયું જેમાં પૂરા દેશ માં 13 વિધ્યાર્થી ટોપર થયા છે આ ટોપર માંથી એક વિધ્યાર્થી આર્યન ઝા જામનગર નો વતની છે જે ગુજરાત અને જામનગર માટે ખૂબ ગૌરવ ની વાત છે.

સીબીએસસી ધોરણ 10 ની પરીક્ષા નું પરિણામ ઇન્ટરનેટ ના માધ્યમ થી જાહેર થતાં તેમાં પૂરા દેશ માંથી 13 ટોપર જાહેર થયા છે આ ટોપર માં એક ટોપર આર્યન ઝા જામનગર નો રહેવાસી છે જે ગુજરાત અને જામનગર માટે ખૂબ ગૌરવ ની વાત છે નંદવિધ્યાનિકેતન સ્કૂલ માં અભ્યાસ કરતાં આર્યન ને સીબીએસસી ની પરીક્ષા માં 500 માર્ક્સ માંથી 499 માર્ક્સ મળ્યા છે અને 99.8 ટકા માર્ક્સ લઈને પૂરા દેશ અને જામનગર નું નામ રોશન કર્યું છે સીબીએસસી ની પરીક્ષા માં ટોપર થયેલા આર્યન ઝા ના પરિવાર ની મુલાકાત લેતા તેના પરિવાર માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો અને આ પ્રસંગ ની ઉજવણી કરી હતી.

પરિવારજનો, સ્વજનો અને પાડોશીઓ આર્યન ને રૂબરૂ અથવા ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી રહ્યાછે સીબીએસસી ની પરીક્ષા માં ટોપર થવાનો તમામ શ્રેય આર્યન તેની સ્કૂલ ટીચર અને માતપિતા ને આપે છે તેમજ આર્યન ભવિષ્ય માં ડોક્ટર બનવા ની ઇચ્છા વ્યકત કરી હતી.

Latest Stories