Connect Gujarat
ગુજરાત

જામનગર : વકીલ બાર એસોસીએશનના પ્રમુખ પદ તેમજ સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદ માટે યોજાઇ ચૂંટણી

જામનગર : વકીલ બાર એસોસીએશનના પ્રમુખ પદ તેમજ સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદ માટે યોજાઇ ચૂંટણી
X

જામનગરમાં આજે બાર એસોસીએશનના પ્રમુખ પદ માટે તેમજ સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેનું મતદાન પૂર્ણ થયા પછી તેનું પરિણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન પ્રમુખ સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીની પેનલ ચૂંટાઈ આવી હતી. જેઓને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. અને નવા વર્ષનો કાર્યભાર સોંપાયો છે.

જામનગર બાર એસોસિયેશનની વર્ષ ૨૦૨૦

માટેની ચૂંટણી યોજાઇ હતી. જેનું આજે સવારે ૧૦ વાગ્યાથી મતદાન શરૂ થયુ હતું. કુલ

૬૭૭ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૫૫૩ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રમુખ પદ માટે

વર્તમાન પ્રમુખ ભરતભાઇ સુવા કે જેને ૪૦૬ મત મળ્યા હતા. તેમના પ્રતિસ્પર્ધી એડવોકેટ

નીતલ ધ્રુવને ૧૨૨ મત જ્યારે વિક્રમસિંહ ભૈરવસિંહ જેઠવાને ૧૭ મત મળ્યા હતા. આ

ઉપરાંત સેક્રેટરી પદ માટે મનોજભાઈ ઝવેરીને ૪૪૦ મત મળ્યા હતા. જયારે નારણભાઈ ગઢવી

ને ૧૭૪ મત મળ્યા હતા. જ્યારે દિપક વ્યાસને 104 મત મળ્યા હતા. તે જ રીતે જોઈન્ટ

સેક્રેટરી માટે વર્તમાન જાગૃતીબેન જોગડીયાને ૧૮૪ મત મળ્યા છે. જ્યારે અબરાર અલી

ગોરી ને ૧૭૦ અને નારણ ગઢવીને ૧૭૪ મત મળ્યા હતા.તેથી

વર્તમાન પ્રમુખ ભરતભાઇ સુવા સેક્રેટરી મનોજભાઈ ઝવેરી તેમજ જોઈન્ટ સેક્રેટરી

જાગૃતીબેન જોગડીયા ને વિજેતા જાહેર કરાયા હતા.

Next Story
Share it