જામનગર : 8 વર્ષની બાળા પર દુષ્કર્મ મામલે કોર્ટનો ચુકાદો, પોસ્કો કલમ હેઠળ આચાર્યને 14 વર્ષની સજા

જામનગરમાં હજુ બે દિવસ પહેલા જ દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અને આજે વધુ એક કેસમાં પોકસો અદાલતે જીજસ ક્રાઇટ્સ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ ડેનિયલ ગવઈને તકસીરવાન ઠેરવી 14 વર્ષની સજા ફટકારી છે તથા રૂપિયા 25 હજાર નો દંડ કર્યો છે.
જામનગર પોક્સો કોર્ટે અંધાશ્રમ આવાસ કોલોનીમાં વસવાટ કરતી એક સગીરા પર વર્ષ ૨૦૧૬ ના દુષ્કર્મના કેસમાં પાંચ આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી હતી, જે બાદ આજે એક નરાધમ એવા સ્કુલના પ્રિન્સીપાલને પણ કોર્ટે ૧૪ વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે. ગોકુલનગર જીજસ ક્રાઇસ્ટ સ્કુલના ટ્રસ્ટી અને પ્રિન્સીપાલ ડેનીયલ આનંદરાય ગવઈ એ આઠ વર્ષની અને ચોથા ધોરણમાં આજ સ્કુલમાં અભ્યાસ કરતી બાળાને શારીરીક આડપલા અને દૂષકૃત્ય કર્યું હતું .આ ચકચારી કેસમાં ૧૫ જેટલા ગવાહો અને દસ્તાવેજી પુરાવોઓ ભોગબનનાર અને તેના માતા-પિતા ના નિવેદન લેવામાં આવ્યા હતા, અને ડૉક્ટરની જુબાનીથી કેસને સમર્થન મળ્યું હતું. જેથી જામનગર પોક્સો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી કલમ ૩૫૪ માં ૩ વર્ષ અને ૫૦,૦૦૦/-દંડ,પોકસોની કલમ ૮ માં ૫ વર્ષ અને ૧૦,૦૦૦/- નો દંડ પોકસોની કલમ ૧૦ માં ૬ વર્ષ અને ૧૦,૦૦૦/- નો દંડની સજાનો હુકમ એડી.સેશન્સ કોર્ટે કર્યો હતો. જેમાં સરકાર પક્ષે કોમલબેન ભટટ, ધવલ વજાણી અને વીથ પીપી માં હર્ષદ ભટ્ટ રોકાયેલ હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
Covid-19 : રાજ્યમાં આજે કોરોનાના 580 નવા કેસ નોધાયા, 391 દર્દીઓ થયા...
2 July 2022 4:34 PM GMTઅમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન
2 July 2022 3:11 PM GMTસુરેન્દ્રનગર : ભોગાવો નદીમાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ...
2 July 2022 2:55 PM GMTભરૂચ : જંબુસરની નવયુગ વિદ્યાલયના કંપાઉન્ડમાં ભરાયું વરસાદી પાણી,...
2 July 2022 2:02 PM GMTઅમદાવાદ : રથયાત્રાના બંદોબસ્ત બાદ ઘરે જતી વેળા પોલીસે ફરી દોડવું...
2 July 2022 12:57 PM GMT