Connect Gujarat
ગુજરાત

જુનાગઢનો ભાખરવડ ડેમ ઓવરફ્લો : ૨૦ ગામોને એલર્ટ કરાયા

જુનાગઢનો ભાખરવડ ડેમ ઓવરફ્લો : ૨૦ ગામોને એલર્ટ કરાયા
X

માળીયા હાટીનામા નદી કાંઠા ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા ૧૫૦ લોકોનુ સ્ળાનંતર કરવામાં આવ્યું

જુનાગઢ જીલ્લામાં મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ દેખાયું છે. જેને કારણે સમગ્ર જીલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. ધોધમાર વરસાદ ને કારણે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. મેંદરડામાં એક ગામ માં ૧૪ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. જ્યારે કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જુનાગઢ જીલ્લામાં ૧ થી ૮ ઇંચ વરસાદ પડી ગયો હોવાનું જાણવા મળે છે. ત્યારે મેંદરડા તાલુકામાં આવતી ઓઝત નદીમાં પૂરની સ્થિતિ છે. નદીનું પાણી ખેતરોમાં ભરાઈ ગયું છે. જેથી વાડી વિસ્તારમાં ૪૧ લોકો ફસાયા હતા. આ અંગેની જાણ મામલતદારને કરી હતી અને રેસ્ક્યુ ટીમ દ્વારા તમામને બહાર કાઢી લેવાયા છે અને ગામની પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે.

તેવી જ રીતે માળીયા તાલુકાની જીવાદોરી સમાન ભાખરવડ ડેમ ઉપર ત્રણ દિવસ થયા ભારે વરસાદ વરસતા ભાખરવડ ડેમ છલકાઇ ગયો છે. જેના કારણે લોકોમા ખુશી વ્યાપી ગઈ છે. ભારે વરસાદ પડતા નવા નીરની આવક થઈ છે. હાલ ડેમ ભય જનક સપાટી વટવી ઓવર ફ્લો થતા માળીયા તાલુકાના ૨૦ ગામોના લોકોને પીવાના પાણી તેમજ સિચાઇ માટે ખેડુતોને પુરતા પ્રમાણમા પાણી મળી રહેશે. ઉપરવાસમા વરસાદ વધુ પડે તો ગમે ત્યારે નિચાણ વાળા નદી કાઠાના ભાખરવડ જાનડી ધુમટી આંબેચા ધણેજ સહીતના ૨૦ ગામોને એલર્ટ કરવામા આવ્યા છે.

ડેમ છલકાઇ જવાથી સાવચેતીના ભાગરૂપે લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા આ અંગે સિચાઇ વિભાગના ઇજનેર આર એસ લાડાણી એ અપીલ કરી છે. તેમજ માળીયા હાટીનામા નદી કાંઠા ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા ૧૫૦ લોકોનુ સ્ળાનંતર કરવામાં આવ્યું છે. તમામ લોકોને લોહાણા મહાજન વાડીમા આશરો આપવામા આવ્યો છે.

Next Story