Connect Gujarat
ગુજરાત

ઝગડીયાના ઉમલ્લામાં RBI દ્વારા બેન્કિંગ સ્પર્ધાનું કરાયું આયોજન

ઝગડીયાના ઉમલ્લામાં RBI દ્વારા બેન્કિંગ સ્પર્ધાનું કરાયું આયોજન
X

ભારતીય રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ,અમદાવાદ દ્વારા આજ રોજ ઝગડિયા તાલુકાના ઉમલ્લાની શ્રી

કે.આર.પટેલ વિદ્યામંદિર, શાળામાં સુરક્ષિત ડિજિટલ બેન્કિંગ, ડિજિટલ પેમેન્ટ, કેશલેશ

ટ્રાન્જેક્શન તથા બેન્કના બીજા ઘણા બધા કાર્યો,તેના ફાયદા અને ગેરફાયદા વિશે RBI બેન્કના

અધિકારી મુકેશ મોદી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ખૂબ સરસ માહિતી પૂરી પાડવામાં આવી

હતી. જેથી વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં જાગૃતિ આવે.

જેમાં બીપીન બંગાળી, કે.આર.સોલંકી,ચિરાગ પટેલ,પ્રદીપસિંહ રાઠોડ દ્વારા પ્રધાનમંત્રીની જૂદી જૂદી પ્રજાલક્ષી અન્ય યોજનાઓ, વીમા યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. RBI દ્વારા બેન્કિંગને લાગતી કવીઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામા આવ્યા હતા.તથા તેમના દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કીટ અને દરેક વિદ્યાર્થીને ગુડ ડે બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા RBIના અધિકારીઓને બેન્કિંગ ,ઓનલાઇન ટ્રાંજેક્શનને લગતા પ્રશ્નો પણ

પુછવામાં આવ્યા હતા.જેમાં RBI ના અધિકારીઓએ બાળકોને પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

આ કાર્યક્રમ માં મુકેશમોદી, ભારતીય

રિઝર્વ બેંકના અધિકારી,બિપિન બંગાળી FLC ભરૂચ,કે આર સોલંકી LDM ભરૂચ.,ચિરાગ પટેલ BSVS ભરૂચ,પ્રદીપસિંહ રાઠોડ ઉમલ્લા બેંક ઑફ બરોડા બ્રાન્ચ મેનેજર,જ્યંતિ દેસાઈ કે આર પટેલ વિધાયમંદિર શાળાના ચેરમેન જેવા મહાનુભવો ઉપસ્થિત

રહ્યા હતા. અંતે શાળાના આચાર્ય નરેશ પટેલ તથા જયંતી દેસાઈ દ્વારા આભાર વિધિ

કરવામાં આવી હતી.

Next Story