/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-265.jpg)
મોરબી જિલ્લાની ટંકારા પોલીસ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામા આવ્યો છે. જે હુમલામા એક એ.એસ.આઈ સહિત 6 પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ અંગે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમાં મોરબી જિલ્લાના પોલીસ વડાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાની પોલીસને પ્રોહિબિશન અંગે કડકમા કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામા આવ્યા છે. જે અન્વયે ટંકારા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના જોધપર ગામે જયપાલસિંહ ઝાલા નામનો વ્યક્તિ વિદેશી દારૂ અમૃત કોળીના મકાનમા રાખે છે.
જેથી ૯.૩૦ કલાકની આસપાસ ટંકારા પોલીસની ટીમ જોધપર ગામે પહોંચી હતી. ત્યારે પોલીસે રેડ કરતા જયપાલસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા,કુલદીપસિંહ ઝાલા, શકિતસિંહ ઝાલા, રસમતભાઇ કોળી, અમૃત ઉર્ફે અમરૂ જીવણ કોળી, જયપાલસિંહના બા તેમજ અજાણ્યા ત્રણથી ચાર શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ આરોપીઓએ લાકડાના ધોકા, લાકડી, પાઇપ, પથ્થર જેવા હથીયારો સાથે પોલીસ પર તૂટી પડયા હતા. જેમાં એ.એસ.આઇ. સહિત કુલ પાંચને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડ્યા છે. તો સાથે જ આરોપીઓને પકડવા જુદી જુદી ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામા આવી છે.