/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/752333-tb-patient-02.jpg)
સરકારી આરોગ્ય કેન્દ્રમાં ટી.બી. ના દર્દીને શોધી લાવી નિદાન કરાવનારને પ્રોત્સાહન રૂપે સરકાર દ્વારા રૂા.૫૦૦/- પ્રોત્સાહકરકમ આપવામાં આવશે.
ભારત સરકાર દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ કરાયેલ પરિપત્ર મુજબ સમાજમાંથી ટી.બી.ના દર્દીઓ વધુને વધુ શોધાય તે માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યાનુસાર જાહેર ક્ષેત્રમાં શંકાસ્પદ દર્દીને શોધી તેનું લેબોરેટરીમાં નિદાન કરાવી જો ટી.બી.નું નિદાન થાય તો તે દર્દી શોધી લાવનારને સરકારશ્રી તરફથી રૂા.૫૦૦- પ્રોત્સાહન રૂપે મળશે જેમાં આશાવર્કર કે, કોઈપણ જાણ કરનાર (જાહેર ક્ષેત્રમાં કોઈપણ પગારદાર વ્યક્તિ) (રેગ્યુલર કોન્ટ્રાકચ્યુઅલ ) ના હોવો જોઈએ, એવા દર્દી જાહેર ક્ષેત્ર કે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોંધાયેલા ના હોવા જોઈએ એમાં તમામ આશાવર્કર કે સહાયક તરીકે ગણાશે.
જો દર્દી જાતે સ્વ પરીક્ષણ(ગળફો,એક્ષ-રે ટીબીની તપાસ કરાવે અને દર્દીનુ જો ટીબીનું નિદાન થાય તો પ્રોત્સાહક રકમ રૂપે રૂા.૫૦૦/- મળશે આ પ્રોત્સાહનના નાણાં મેળવવા જરૂરી માહિતી અને તેની સાથે નિયત ફોર્મ તેમજ જાણ કરનાર વ્યક્તિના આધાર નંબર તથા બેંક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે જેથી તેમના બેંક ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થશે તેમ જિલ્લા ક્ષય અધિકારી, જીલ્લા ક્ષય કેન્દ્ર,પેટલાદ જી-આણંદ દ્વારા જણાવાયું છે.