Connect Gujarat

ટ્રેન સામે કે રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા થઇ શકે છે 5 વર્ષની જેલ

ટ્રેન સામે કે રેલવે ટ્રેક પર સેલ્ફી લેતા થઇ શકે છે 5 વર્ષની જેલ
X

ઘણાં યુવાનો યુનિક અને ખતરનાક સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘણાં લોકો રેલવે ટ્રેક અને ટ્રેનની સામે સેલ્ફી લેવા જતા પણ મોતને ભેટે છે. ત્યારે તકેદારીના પગલા તરીકે રેલવે તંત્ર દ્વારા રેલવે ટ્રેક કે ટ્રેનની સામે સેલ્ફી લેવા પર પ્રતિબંધ લાદતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ રેલવે ટ્રેક પર કે ટ્રેનની સામે સેલ્ફી લેવા પર 500 રૂપિયા દંડથી માંડીને 5 વર્ષ સુધીની જેલવાસની સજા થઇ શકે છે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ અંગે ત્રણ કેટેગરીમાં કાર્યવાહી કરવામાં આવશે. જેમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેવી, ગુડ્ઝ ટ્રેન સામે સેલ્ફી લેવી અને પેસેન્જર ટ્રેન સામે સેલ્ફી લેવી વગેરેનો સમાવેશ કરાયો છે. તેમજ નક્કી કરેલી કેટેગરી મુજબ સજાની ફાળવણી કરવામાં આવી છે.

રેલવે તંત્ર દ્વારા જોખમી સેલ્ફી પર પ્રતિબંધ મૂકીને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Next Story
Share it