/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Untitled-1-1.jpg)
ડભોઇમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલ સતત વરસાદને પગલે ભરચક વિસ્તાર ગણાતા સ્ટેશન રોડ નજીક કાઝીવાડા નજીકનું એક જૂના બાંધ કામ વાળું ત્રણ મજલી મકાન ધરાશાય થતાં આસપાસ ના લોકો દોડી આવ્યા હતા. મકાનમાં રહેતા બે લોકોનો આબાદ બચાવ થતાં કોઈ મોટી જાણ હાની થવા પામી ન હતી.
ડભોઇનગરમાં અનેક જૂના મકાનો આવેલા છે. હાલ છેલ્લા 5 દિવસ થી સતત વરસાદ ડભોઇ પંથકમાં પડી રહ્યો હોય ડભોઇના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલું હનીફભાઈ ઇબ્રાહીમભાઈ ભરૂચી અને સરીફભાઈ ઇબ્રાહીમભાઈ ભરૂચીની માલીકીનું ત્રણ મજલી જૂના બાંધકામ વાળું મકાન એકા એક મોટા ધડાકા સાથે ધરાશાય થયું હતું. જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઘરમાં સૂતેલા હનીફભાઈ ઇબ્રાહીમભાઈ ભરુચી તેમજ સરીફભાઈ ઇબ્રાહીમભાઈ ભરુચીનો આબાદ બચાવ કર્યો હતો. આ બનાવને પગલે બંને ભાઈઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. તો મકાન ધરાશાય થતાં મકાનમાં રહેલ સામાન સાથે આશરે 2 લાખ ઉપરાંતનું નુકશાન થવા પામ્યું છે. તો ડભોઇનગર પાલીકા હદ વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં છે. જે અંગે નગરપાલીકા કોઈ કારીવહી કરતી નથી અને થોડી ગણી કાર્યવાહી કરે છે. તેમાં પણ મકાન બીજાનું હોય અને નોટીસ બીજા વ્યક્તીને આપે છે. જ્યારે નોટીસમાં મકાનના નંબર ન દર્શાવી નોટીશોમાં ભૂલો કરી કાર્યવાહી કરવામાં આવતી હોય લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ જર્જરિત મકાનોને પાડી દેવા નગરપાલીકા કડક પગલાં ભારે તો મોટી જાણ હાની થતી અટકી શકેનું લોકોમાં બોલાઈ રહ્યું છે.