/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/hqdefault-8.jpg)
ડભોઇ નાંદોદી ભાગોળ ખાતે આવેલા મહાદેવ મંદિર પાસે થોડા સમય અગાઉ જ રસ્તો બનાવવા માં આવ્યો હતો,જે પ્રથમ વરસાદ માં જ તૂટી જતા રહીશો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇ નાંદોદી ભાગોળ ખાતે આવેલા મહાદેવ મંદિર પાસે ૭ થી ૮ મહીના પૂર્વે જ પાકો રસ્તો બનાવવા માં આવ્યો હતો,પરંતુ પ્રથમ વરસાદ માં જ રસ્તો ધોવાય જતા સ્થાનિકો માં રોષ જોવા મળી રહ્યો છે.આ માર્ગ સરકારી દવાખાના,પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ને સીધો જ જોડે છે.આ અંગે હાલ ના કારોબારી ચેરમેન મુકેશ શાહ ને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે આ કામ ગત બોડી મા પ્રમુખ ડો બી જે બ્રહ્મભટ્ટ ના સમયે થયું હતુ,જેમાં ૧ થી ૧૪ કામો કુલ રૂ. 48.80લાખ ના ખર્ચે કરવામાં આવ્યા હતા.
આ અંગે સ્થાનિક રહીશ સંજય પટેલે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં જણાવ્યું હતું કે રોડ બનાવવા માં બ્રષ્ટાચાર થયો છે જેના કારણે પહેલા જ વરસાદ માં રસ્તા પર ખાડા પડી ગયા છે,વધુ માં તેઓએ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પાલિકા તંત્ર કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી.