ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકામાં મંડળ પ્રમુખ અને મહામંત્રીઓની નીમણૂંક થતા ખુશહાલી

ભારતીય જનતા પાર્ટી દ્વારા ડાંગ જિલ્લાનાં
ત્રણેય તાલુકામાં મંડળ પ્રમુખ અને મહામંત્રીઓની નીમણૂંક કરાતા ભાજપી કાર્યકરો સહિત
પદાધિકારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે.
ડાંગ જિલ્લાનાં ભાજપા પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ
ચૌર્યા અને ચૂંટણી પ્રભારી કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ મંડળ પ્રમુખની
વરણીમાં સુબીર મંડળ પ્રમુખ તરીકે વિનેશભાઈ ગાવીતની વરણી કરવામાં આવી હતી,યુવા કાર્યકર તરીકે સેવા બજાવનાર વીનેશભાઈ ગાવીત
પાર્ટીનાં કાર્યક્રમોમાં આગવી કાર્યશૈલીનાં પગલે તેમની સુબીર તાલુકા મંડળનાં
પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે મંડળ મહામંત્રી તરીકે શિવુ પવાર અને
કાંતિલાલ રાઉતની ઘોષણા કરવામાં આવી હતી,આહવા તાલુકા મંડળના
પ્રમુખ તરીકે હીરા રાઉત કે જેઓ શામગહાન મત વિસ્તારમાં પાર્ટીમાં ઉત્સાહી કાર્યકર
અને મિલનસાર સ્વાભાવ ધરાવતો હોવાથી પાર્ટીએ તેમણી પસંદગી કરી હતી.
જ્યારે આહવા તાલુકા મંડળના મહામંત્રી વિજય
એમ.ચૌધરી તેમજ મહેન્દ્ર ડી.વાઘેરાની વરણી કરવામાં આવી હતી.આ સાથે જ ત્રીજો તાલુકો
વઘઇમાં મંડળ પ્રમુખ તરીકે દરાપાડા ગામનાં સરપંચ એવા દિનેશ એન.ભોયે અને મહામંત્રી
તરીકે નયન.એમ.પટેલ તેમજ રોહિત આર.સુરતીની પસંદગી કરવામાં આવી હતી.આમ ડાંગ જિલ્લાનાં ત્રણેય તાલુકાઓમાં અગામી આવનારી
ચૂંટણીમાં મંડળ પ્રમુખ તેમજ મહામંત્રી તરીકે યુવા કાર્યકર્તાઓની પસંદગી કરી પોતાનો
પક્ષ મજબૂત કરવા કવાયત હાથ ધરી હતી.
આ ત્રણેય તાલુકામાં મંડળ પ્રમુખ અને મહામંત્રીની
વરણી પ્રસંગે માજી ધારાસભ્ય વિજય પટેલ,પાર્ટી પ્રમુખ બાબુરાવ ચૌર્યા,જિલ્લા મહામંત્રી
કિશોર ગાવીત,રમેશ ગાંગુર્ડે,દશરથ પવાર
સહિત જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો તેમજ પાર્ટીનાં કાર્યકરો મોટી
સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.