New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/22120728/M74hVQlC.jpg)
ડાંગ જિલ્લામાં આરોગ્યની
સુવિધામાં વધારો કરાતા ડોન, ટાંકલીપાડા અને લવચાલી એમ ત્રણ ગામોમાં પેટા આરોગ્ય
કેન્દ્રો માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦માં કુલ-૨૮ નવા પેટા
આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. અંતરિયાળ ગામોના લોકોને આરોગ્યની સારી
સેવાઓ નજીકમાં જ મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ રહી છે, ત્યારે
જિલ્લા પંચાયતના પ્રમુખ બીબીબેન ચૌધરીના હસ્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન કરવામાં આવી
હતી.
આ પ્રસંગે જિલ્લા
પંચાયતના પ્રમુખ બીબીબેન ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ, ડૉ.
ડી.કે.શર્મા તથા ડૉ. ડી.સી.ગામીતની ઉપસ્થિતિમાં ડોન, ટાંકલીપાડા
અને લવચાલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજનનું શુભ કાર્ય હાથ ધરવામાં આવ્યું
હતું. આરોગ્ય કેન્દ્રને લઇને ગ્રામજનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.