ડાંગ : સાપુતારા સુધીના માર્ગ પર રીકારપેટીંગ કરવાનું કામ શરૂ

ડાંગ જિલ્લાના અંતરિયાળ આહવા મહાલ સામગહાન સાપુતારા સુધીનો માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માં સમાવેશ કરાયા બાદ સંબંધિત તંત્ર દ્વારા ભારે વરસાદને કારણે ઠેર ઠેર ખાડા પડી જતા અતિ બિસ્માર બની ગયો હતો. જેને નેશનલ હાઈવે નવસારી દ્વારા રીકારપેટીંગ કરવાનું કામ શરૂ કરાતા લોકોમાં ખુશીની લાગણી વ્યક્ત થઇ હતી.
ડાંગ જિલ્લાના આહવા થી મહાલ સાપુતારા સુધીનો માર્ગ મકાન વિભાગ માંથી તબદીલ કરી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવેશ કરાયો હતો. અહીં મહાલથી આહવા અને સાપુતારા ઘાટમાં ચોમાસા દરમિયાન મોટા ખાડાઓ પડી જવાની સાથે ઠેર-ઠેર ધોવાઇ ગયો હતો. અહીં ઠેરઠેર ખાડાઓની ખદબદતો અને ધોવાણ પામેલ રોડની મરામતની રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિકારી ધર્મા ભટ્ટ દ્વારા રીકાપેટિંગ કામગીરી હાથ ધરાતા મહાલ જતા પ્રવાસીઓ સહિત સ્થાનિકો તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે.
ચોમાસા બાદ નેશનલ હાઈવે દ્વારા તુરંત જ મરામતની કામગીરી નો પ્રારંભ થતાં સ્થાનિકોમાં પણ આનંદ છવાઈ ગયો હતો. હાલ ચોમાસુ પૂર્ણ થઈ ગયું હોવાથી આગામી દિવસોમાં દિવાળી વેકેશનમાં ફરવા આવતા પ્રવાસીઓને ધ્યાને રાખીને ધોવાણ થયેલ કે ખાડા પડેલ માર્ગનું મરામત શરૂ કરવામાં આવ્યું હતું.