/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/tamilnadu_1487401895.jpg)
તમિલનાડુમાં પલાનીસ્વામી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાના હતા પરંતુ ત્યારે વિધાનસભામાં હંગામો થતા તેને સ્થગિત કરવામાં આવી હતી.જો કે ત્યારબાદ કાર્યવાહી ફરી શરુ કરવામાં આવી હતી જેમાં પલાનીસ્વામી વિશ્વાસનો મત જીતવામાં સફળ રહ્યા હતા અને તેમને 122 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.
પનીરસેલ્વમે ગુરુવારના રોજ શપથ લીધા બાદ ફ્લોર ટેસ્ટનો માહોલ સર્જાયો હતો,વિશ્વાસના મત દરમિયાન ડીએમકે અને કોંગ્રેસ દ્વારા ગુપ્ત મતદાનની માંગણી કરવામાં આવી હતી.જેને સ્પીકરે ફગાવી દેતા હંગામો મચી ગયો હતો,અને ધારાસભ્યો સ્પીકરની ખુરશી પર ચડીને કાગળો ફાળ્યા હતા ને ખુરશીઓ પણ તોડી હતી.
જયલલિતાના મૃત્યુ બાદ તેમના અનુગામી શશીકલા સામે આવકથી વધુ સંપત્તિને મામલે કોર્ટે જેલની સજા ફટકારતા પલાનીસ્વામી સીએમ બન્યા હતા પરંતુ પનીરસેલ્વમ તેમજ તેના સપોર્ટરો દ્વારા બળવાખોરી કરવામાં આવી રહી છે.
શશીકલા ને જેલની સજા બાદ પલાનીસ્વામીએ 123 ધારાસભ્યોનો સપોર્ટ હોવાનો દાવો કર્યો હતો જેમાં આજરોજ 122 MLA દ્વારા સમર્થન પ્રાપ્ત કર્યું હતું.