/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/0233.jpg)
મૂળ શિલૂડી ગામનો યુવાન એક વર્ષ પહેલાં વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકા ગયો હતો
વાલિયા તાલુકાના સીલુડી ગામના યુવાનનું દક્ષિણ આફ્રિકામાં રહસ્યમય સંજોગોમાં મોત નીપજયું છે. જેનાં સમાચાર વતનમાં પરિવારજનોને મળતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. તો ગામમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં આવેલ સીલુડી ગામનો યુવાન શોકત આદમ મમુઝી છેલ્લા એક વર્ષથી વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકાના મોમ્બેઝીકમાં સ્થાયી થયો હતો. દરમ્યાન ગતરોજ લૂંટના ઈરાદે આવેલા નીગ્રોએ તેના પર હુમલો કર્યો હતો. જેમાં યુવાને શોકતએ લૂંટારુનો પ્રતિકાર કરતા લુટારુઓએ તેની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. મૃતક યુવાન ૩ સંતાનોના પિતા હતા.
આ બનાવની જાણ વાલિયાના સીલુડી ગામે રહેતા પરિવારજનોને થતાં ગમગીની જોવા મળી રહી છે. મૃતક યુવાન દક્ષિણ આફ્રિકામાં એકલો જ રહેતો હતો. સ્થાનિક લોકોની માંગ છે. કે વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા માટે સરકાર પગલાં લે. અગાઉ પણ ભરુચ જિલ્લાનાં અનેક યુવાનો આવીજ રીતે સ્થાનિક લોકોના લૂંટનો ભોગ બન્યા છે. અને કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે