દમણ : તંત્રના ઓપરેશન ડીમોલેશન બાદ સ્થિતિ વણસી, કલમ 144 કરાઇ લાગુ

New Update
દમણ : તંત્રના ઓપરેશન ડીમોલેશન બાદ સ્થિતિ વણસી, કલમ 144 કરાઇ લાગુ

સંઘપ્રદેશ

Advertisment

દમણમાં મકાનો તોડી પડાયાં બાદ  130 જેટલા પરિવારોએ ચક્કાજામ કર્યું હતું.

જેને પગલે આજરોજ દમણ કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. બેઘર

બનેલા લોકો ઉગ્ર વિરોધ કરી રહયાં હોવાથી પરિસ્થિતિ તંગ બની છે. 

સંઘપ્રદેશ

દમણના લાઈટ હાઉસ વિસ્તારમાં આવેલ સરકારી જમીનમાં 130 ઘરો પૈકી 97 જેટલા ઘરોનું પ્રશાસન દ્વારા ડિમોલિશન

કરવામાં આવ્યું હતું. જેને પગલે બેઘર થયેલ લોકોએ રાજીવ ગાંધી બ્રિજ પર ચક્કાજામ

Advertisment

કર્યો હતો. લોકોએ માંગ કરી હતી કે, તેમના ઘર પાછા મળે અને સાંસદ દખલ કરી

તમામને ઘર પાછા અપાવે. વધુમાાં તેમની માંગ ન સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં

ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. જેમાં લોકો તસથી મસ ન થતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું

હતું. સમગ્ર ઘટનાને લઈને સ્થિતિ વધુ તંગ ન બને તે માટે બીએસએફ, પોલીસ, ફાયર અને બીજા અધિકારીઓએ ઉગ્ર બનેલ

આંદોલનને રોકવા માટેના પ્રયાસો કર્યા હતા. પોલીસે આંદોલનકર્તાઓને રોકવા માટે વોટર

કેનનનો મારો ચલાવી ચક્કાજામ કરતા લોકોની અટકાયત કરી હતી.મોટી દમણ સ્થિત આવેલ ઝરી

Advertisment

વિસ્તારની એક સ્કૂલમાં તમામ લોકોને નજરબંધ કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો

પાસેથી મળી હતી. હાલ દમણ પ્રશાસન દ્વારા તમામ સ્થિતિને પહોંચી વળવા માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

Advertisment