/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-240.jpg)
ઈરાન થી આવી ભારતમાં દુધમાં સાકળ ભળે તેમ પારસી સમાજ ભારત દેશમાં વસવાટ કર્યો છે અને કર્મ ભૂમિ સાથે વતન ની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે. તેવા માયાળુ પારસી સમાજનું આજે નવું વર્ષ નિમિતે અગ્નિદેવની પૂજા કરી નવાવર્ષ નીં શુભકામનાઓ પાઠવી હતી.
એક વર્ષના 365 દિવસો હોય છે.પરંતુ પારસી સમાજમાં 360 દિવસનું વર્ષ હોય છે.ગઈ કાલે પારસીઓની પતેતી ગઈ જેમાં વર્ષ દરમિયાન જાણ્યે અજાણ્યે થયેલી ભૂલો માટે પ્રાયશ્ચિત કરે છે અને બીજા દિવસે નવાવર્ષની ઉજવણી કરે છે. પારસીઓ અગિયારી માં જઈને 24 કલાક પ્રજવલિત રેહતી અગ્નિ ની સુખડના લાકડીઓ ધરાવી પૂજા અર્ચન કરે છે. આ દિવસે બધા એક બીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી અને પારસી ભાઈ-બહેનોએ અગ્ની દેવતાની પૂજા અર્ચના કરી એકબીજાને ૧૩૮૯ માં પારસી વર્ષની શુભકામના પાઠવી નુતનવર્ષની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.