/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/hqdefault.jpg)
દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે દિપડો એક ખેતરના ખુલ્લા કુવામાં ખાબકતા આખા દિવસના રેસ્ક્યુબાદ વનવિભાગની ટીમોએ રાત્રીના સમયે દિપડાને લાકડાની સીડી વડે બહાર કાઢયો હતો.
દાહોદ જીલ્લો એટલે જંગલો જેવા વિસ્તારોમાં વસેલો જીલ્લો છે. દાહોદ જીલ્લામાં વારંવાર દિપડાના ગ્રામવાસીઓ પરના હુમલા અંગેના સમાચારો મળતા રહે છે. તેથી જ આજે દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના માંડલી ગામે એક દિપડો ખુલ્લા કુવામાં ખાબકેલો જોવા મળ્યો હતો.
માંડલી ગામે એક ખેડુત પરિવારનું ખેતર આવેલુ છે અને એ ખેતરમાં કામ કરતા યુવકને દિપડો દેખાયો હતો જેથી તેણે દિપડાને ભગાડવાની કોશીશ કરી હતી. દિપડો ભાગવા જતા ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં ખાબકી ગયો હતો.આ ઘટનાની ખેતરના માલિકે આજૂ બાજુના લોકોને જાણ કરતા ગ્રામવાસીઓના ટોળે ટોળા ઘટના સ્થળે દિપડાને જોવા માટે આવી પહોંચ્યા હતા અને તે પછી વનવિભાગને જાણ કરાતા વનવિભાગના કર્મચારીઓ આ દિપડાને બહાર કાઢવા માટેની સાધન સામગ્રીઓ લઈને આવી પહોંચ્યા હતા અને આખા દિવસની મહેનત બાદ દિપડાને ખુલ્લા કુવામાંથી લાકડાની સીડી ઉતારી રાત્રીના સમયે દિપડો કુવામાંથી બહાર આવતા તમામ ગ્રામવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો અને દિપડો ફરીથી જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો હતો.