Connect Gujarat
ગુજરાત

દાહોદ જિલ્લામાં મહિલાઓ મારક હથીયારો સાથે જોવા મળે છે ધાડપાડુના વેશમાં ...જાણો કેમ?

દાહોદ જિલ્લામાં મહિલાઓ મારક હથીયારો સાથે જોવા મળે છે ધાડપાડુના વેશમાં ...જાણો કેમ?
X

વર્ષો જૂની આ માન્યતા પ્રમાણે આજે પણ દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધાડ નીકળવાની પ્રથા યથાવત છે.

દાહોદ જિલ્લામાં વરસાદ ખેચાતા મેઘરાજાને રીઝવવા અનોખી રીત અપનાવાય છે.જેમાં મહિલાઓ પુરૂષનો વેષ ધારણ કરી તીરકામઠા,તલવાર અને ધારિયા જેવા મારક હથિયારો સાથે રસ્તા ઉપર ઉતરી આવે છે અને સામે પુરૂષ મળે તો દંડ સ્વરૂપે નાણાં લેવામાં આવે છે.

ચોમાસા બેસતાની શરૂઆતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વિરામ લઈ લેતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ત્યારે મેઘરાજાને મનાવવા ક્યાક પૂજાપાઠ, ભજન કીર્તન તો ક્યાક યજ્ઞ કરતાં જોવા મળે છે ત્યારે દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી ખેડૂતો મેઘરાજાને મનાવવા માટે અનોખી રીત ઉજવતા હોય છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અને માન્યતા પ્રમાણે જ્યારે વરસાદ નથી આવતો ત્યારે દાહોદ જિલ્લામાં મહિલાઓ હાથમાં મારક હથિયારો સાથે પુરૂષનો વેષ ધારણ કરી ધાડપાડુના સ્વરૂપમાં જોવા મળે છે.

જ્યારે વરસાદ વિરામ લે છે અને પાકને નુકસાન થવાની ભીતિ હોય ત્યારે ખેડૂતો ચિંતામાં મુકાઈ જતાં હોય છે. ત્યારે દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતો જ્યારે વરસાદ ખેચાય છે. તો મેઘરાજાને મનાવવા માટે ગામડાઓમાં મહિલાઓ પુરૂષનો પોશાક પહેરી હનુમાન ભગવાનની આરાધના કરી હનુમાનજીની મુર્તિને છાણ વડે લીપણ કરે છે અને બીજા દિવસે બધી જ મહિલાઓ હાથમાં તીરકામઠા,તલવાર, ધારિયા અને લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ધાડ સ્વરૂપે રસ્તા ઉપર ગામઠી ભાષામાં ભજનો અને ગીતો ગાતા જઇને નીકળે છે. આ ધાડું જ્યારે રસ્તા ઉપર પસાર થાય ત્યારે કોઈ પુરૂષ તેમની સામે નથી આવતો વાહન ચાલકો પણ વાહન સાઈડમાં મૂકી જતાં રહે છે. જ્યારે કોઈ પુરૂષ સામે મળે તો તેની પાસેથી દંડ સ્વરૂપે નાણાં સ્વીકારવામાં આવે છે. ક્યારેક મારવામાં પણ આવે છે. ત્યાર બાદ સ્નાન કરી હનુમાનજીની મુર્તિને શાહી સ્નાન કરાવીને છાણનું લીપણ દૂર કરવામાં આવે છે.

Next Story
Share it