દાહોદ : 2 એસ.ટી. બસ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવર સહિત મુસાફરોને પહોંચી ગંભીર ઇજા.

New Update
દાહોદ : 2 એસ.ટી. બસ વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવર સહિત મુસાફરોને પહોંચી ગંભીર ઇજા.

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમની સેવાને સાર્થક કરતા સૂત્ર "સલામત સવારી, એસ.ટી. અમારી"ને હવે બદલવાની જરૂર વર્તાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

પંચમહાલ જિલ્લામાં દાહોદ તાલુકાના ફતેપુરા રોડ ઉપર સલરા ગામ નજીક બે એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્ને એસ.ટી. બસના અકસ્માતના કારણે બસના ચાલક સહિત મુસાફરોને ઈજાઓ પહોંચવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લામાં દાહોદ તાલુકાના ફતેપુરા રોડ ઉપર આવેલ સલરા ગામ નજીક બે એસ.ટી. બસ આમને સામને ધડાકાભેર ભટકાઇ હતી. ખેડાપા-દાહોદ અને અંજારના રૂટની બસ વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના કારણે એક બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેમજ બસમાં સવાર કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચવા પામી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ફતેપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હાલ, દાહોદ પોલીસ દ્વારા બન્ને એસ.ટી. બસના અકસ્માતનો ગુન્હો નોંધી આગણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories