New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/http-2F2Fo.aolcdn.com2Fhss2Fstorage2Fmidas2Fd7b2e6f9e1d32e14ca9a5dc230c133672F2033725342Fpha184000033.jpg)
દિલ્હી ખાતે સોમવારના રોજ ગુનેગારો અને દિલ્હી પોલીસ વચ્ચેની મુઠભેડમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા. જયારે પોલીસે એકની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉથ દિલ્હીમાં ઈરોસ હોટલ નજીક પોલીસ દ્વારા વોન્ટેડ ગુનેગારોને પકડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાંના એકે ફાયરિંગ કર્યું હતુ.જેમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દ્વારા અકબર તરીકે ઓળખાતા શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો, જયારે અન્ય ગુનેગારો નાસી છૂટ્યા હતા અને ઘાયલ પોલીસ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દિલ્હી પોલીસે આ બધા ગુનેગારોને પકડવા માટે કડક વ્યવસ્થા ગોઠવી છે અને પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.