દિલ્હી થી ખાલિસ્તાની જેલમાંથી ફરાર કેદી ઝડપાયો 

New Update
દિલ્હી થી ખાલિસ્તાની જેલમાંથી ફરાર કેદી ઝડપાયો 

ખાલિસ્તાની આતંકવાદી હરમિંદરસિંહ મિન્ટુ ની પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક સંયુક્ત ઓપરેશન દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ સેલના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિન્ટુની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ધરપકડ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુભાષ નગરમાં રહેતા તેના એક સબંધીને ફોનકોલ થી સંપર્ક સાંધતા આ કોલની મદદથી પોલીસે તેને ઝડપી લીધો હતો.

સૂત્રો અનુસાર સશસ્ત્ર પુરુષો દ્વારા રવિવારે પંજાબની નભા જેલ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે આતંકવાદીઓ અને ચાર ગુંડાઓ ભાગી છૂટ્યા હતા આ બનાવના 24 કલાક માં જ તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા અનુસાર મિન્ટુને અહીંની સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવશે અને ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર પંજાબ પોલીસને સોંપી દેવામાં આવશે.

જેલ તોડવામાં મદદ કરનાર ગનમેન પરમિન્દર સિંહ ઉર્ફે પમા સિંહની ઉત્તર પ્રદેશના શામલી જિલ્લા માંથી ધરપકડ કરવામાં આવી છે.