Connect Gujarat
ગુજરાત

દુર્ગાપૂજા અને દિવાળીના તહેવાર નિમિત્તે રેલ્વે તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

દુર્ગાપૂજા અને દિવાળીના તહેવાર નિમિત્તે રેલ્વે તંત્ર દ્વારા સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે
X

જેનું રિઝર્વેશન7 અને 8 ઓક્ટોબરથી શરૂ

દુર્ગા પૂજા અને દિવાળીના તહેવારમાં પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-દિલ્હી સરાય રોહિલ્લા, ગાંધીધામ-બાંદ્રા અને ઓખા-બાંદ્રા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે. જેનું રિઝર્વેશન 7 અને 8 ઓક્ટોબરથી શરૂ થશે. ટ્રેન નં.09413 અમદાવાદ-દિલ્હી સરાય રોહિલ્લા એસી સુપરફાસ્ટ સ્પેશ્યલ તા.27 ઓક્ટોબર, 3, 10, 17 નવેમ્બરે અમદાવાદથી સાંજે 4-10 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 6-50વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. પરત ટ્રેન 28 ઓક્ટોબર, 4, 11, 18 નવેમ્બરે સાંજે 3-50 વાગ્યે ઉપડીને પછીના દિવસે સાંજે 7 વાગ્યે અમદાવાદ પહોંચશે.

બાંદ્રા-ગાંધીધામ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 27 ઓક્ટોબર, 3, 10, 17 નવેમ્બરે મધ્ય રાત્રે 00.25 વાગ્યે બાંદ્રાથી ઉપડીને બપોરે 1-50 વાગ્યે ગાંધીધામ પહોંચશે. પરતમાં 27 ઓક્ટોબર, 3, 11, 18 નવેમ્બરે સાંજે 4-35 વાગ્યે ગાંધીધામથી ઉપડીને પછીના દિવસે સવારે 6-15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

ઓખા-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન 30 ઓક્ટોબર, 6, 13, 20 નવેમ્બરે સાંજે 5 વાગ્યે ઓખાથી ઉપડીને પછીના દિવસે સવારે 10-15 વાગ્યે બાંદ્રા પહોંચશે. પરત 31 ઓક્ટોબર, 7, 14, 21 નવેમ્બરે રાત્રે 11-55 વાગ્યે બાંદ્રાથી ઉપડીને પછીના દિવસે સાંજે 5-35 વાગ્યે ઓખા પહોંચશે.

Next Story
Share it