દેશના રેલવે સ્ટેશનો હાઈટેક સુવિધાથી સજ્જ થશે

New Update
દેશના રેલવે સ્ટેશનો હાઈટેક સુવિધાથી સજ્જ થશે

મેટ્રો રેલવે સ્ટેશનો પર જે પ્રકારના બારકોડ સ્કેનર્સ સાથેના ફ્લીપ ગેટ્સ હોય છે, તેવા જ ગેટ્સ હવે દેશના રેલવે સ્ટેશનો પર પણ ટૂંક સમયમાં કાર્યરત થશે. ભારતીય રેલવેના સોફ્ટવેર વિભાગ “સીઆરઆઈએસ” દ્વારા દિલ્હીના બ્રાર સ્ટેશન ખાતે આ પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. આગામી ત્રણ મહિનામાં, કે જ્યાં પ્રવાસીઓની અવરજવર ઓછી છે. આ ઉપરાંત સ્ટેશનના ચારેતરફ કાંટાળી જાળ પણ પાથરી દેવાઈ છે, જેથી કોઈ પ્રવાસી ટિકિટ વગર છટકી શકે નહિ.

આ સુવિધામાં એક ગેટ બેસાડવા પાછળ ૪ લાખનો સંભવિત ખર્ચ થતો હોય છે. તથા ટીકીટ પ્રિન્ટ કરવા તેમાં થર્મલ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે મેટ્રો સ્ટેશન એલીવેટેડ કે અન્ડરગ્રાઉન્ડ હોય છે. જયારે સામાન્ય રેલવે સ્ટેશનો જમીન પર તથા તેમની આસપાસ કોઈ દિવાલ હોતી નથી, તેથી અત્યાર સુધી પ્રયત્ન કરાયો ન હતો, પણ હવે થોડા સમયમાં દેશના તમામ રેલવે સ્ટેશનો સુવ્યવસ્થા સહિત કાર્યરત થશે.