/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dfgdfg-3.jpg)
દેશની દીકરીએ આકાશમાં પોતાની ક્ષમતા અને આવડતને ફરી એકવાર સાબિત કરી છે. તે દીકરીનું નામ છે શાલિજા ધામી. વિંગ કમાન્ડર શાલિજા ધામી દેશની પ્રથમ ભારતીય મહિલા વાયુસેના અધિકારી છે. અને તેઓ દેશના પ્રથમ ફ્લાઈટ કમાન્ડર બન્યાં છે.
15 વર્ષથી વાયુસેનામાં રહીને દેશની સેવા કરનારી શાલિજા ધામીએ હિંડોન એરબેઝમાં ચેતક હેલિકોપ્ટર યુનિટમાં ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું છે. ફ્લાઈટ કમાન્ડરનું પદ વાયુસેનામાં પ્રથમ મુખ્ય લીડરશિપ પોઝિશન હોય છે. શાલિજા ધામી આ પદ પર પહોંચવાથી મહિલાઓ માટે વાયુસેનામાં આગળ વધવાનો રસ્તો ખુલ્યો છે. 9 વર્ષના બાળકની માતા શાલિજા ધામી પંજાબના લુધિયાનામાં રહીને મોટી થઈ છે. તે બાળપણથી જ પાયલટ બનવા ઈચ્છતી હતી.15 વર્ષના તેમના કરિયરમાં તે ચેતક અને ચીતા હેલિકોપ્ટર ઉડાવતી રહી છે. વિંગ કમાન્ડર ધામી ચેતક અને ચીતા હેલીકોપ્ટર માટે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા યોગ્ય ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે. 2300 કલાક સુધી ઉડાનનો અનુભવ રાખનારી શાલિજા ધામી વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે. જેમને લાંબા કાર્યકાલ માટે સ્થાઈ કમિશન પ્રદાન કરવામાં આવશે.