/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/nadiya.jpg)
શહેરના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટ નામનો ત્રણ માળનો એક બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બે લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે. જ્યારે વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ પહોંચી છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડનો બ્લોક નંબર ૨૬ ધરાશાયી થતા તેના કાટમાળમાં દબાયેલાઓને બહાર કાઢવા સ્થાનિકો, નડિયાદની ફાયર બ્રિગેડની ટીમ, અમદાવાદ ફાયર બ્રિગેડની ૩ ટીમ અને વડોદરાથી એનડીઆરએફ પહોંચી હતી. અત્યાર સુધી દટાયેલા પૈકી બે લોકોને બચાવી લેવાયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બ્લોકને ૨૦ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક બ્લોકમાં ૧૨ મકાન હતા અને ત્રણ માળની બિલ્ડિંગ હતી. આ મકાનોની જર્જરીત સ્થિતિને ધ્યાન રાખીને મકાનો ખાલી કરવા અગાઉ નોટીસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.હાલમાં હજુ દબાયેલા લોકોને શોધીને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.