/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/ankleshwar.jpg)
તિલકવાડા,ગરુડેશ્વર નાંદોદના ૧૦ તળાવો ફટયા તળાવના પાણીથી ગામોમાં પુરની પરિસ્થિતિ,ખેતીને વ્યાપક નુકસાન
ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા સુજલામ સુફલામ સૌની યોજના શરૂ કરવામાં આવી હતી.જેમાં નર્મદા જિલ્લામાં પણ લગભગ ૫૦ જેટલા તળાવો ખોદવામાં આવ્યા હતા.આ તળાવ ચોમાસામાં ભરાય અને એ પાણી ગ્રામજનો સિંચાઇ અને અન્ય કામોમાં વાપરી શકે એ હેતુથી બનાવવામાં આવ્યા હતા.નર્મદામાં સારા વરસાદને લઈને આ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયા હતા.
ગ્રામ લોકોની સુવિધા માટે બનાવેલા આ તળાવો આજે ગામ લોકોની મુસીબત બની ગયા છે. કેમકે આ તળાવો એક પછી એક ફાટી રહ્યા છે. તાજેતરમાં તિલકવાડાના પીંછીપુરામાં પાંચ તળાવો બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૩ તળાવો ફટયા છે.જેમાં લોકોના ઘરોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી,ઘરવખરી તણાઈ ગઈ સાથે બે બળદ,૮ બકરા તણાઈ ગયા,એક બળદ મરી ગયો.આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાંતો ચોથું તળાવ ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે.ટીમરવા નાંદોદનું હાંડી,ઢોચકી,મહુપડા સહિત ગામોમાં પણ તળાવો ફટયા છે. ત્યારે જિલ્લામાં તળાવો ફાટવાના કારણે ખેતીને પણ મોટું નુકસાન થયું છે.
આમ આ સૌની યોજના જિલ્લા વાસીઓ માટે એક આફત રૂપ સાબિત થઇ રહી છે.કેમકે આ વર્ષે ભારે વરસાદને પગલે તળાવો એક પછી એક ફાટવાની જે ઘટના બની રહી છે.જેમાં જે ખેડૂતોને ખેતીનો વ્યાપક નુકસાન થઈ રહ્યું છે સાથે ઘરવખરીનો સામાન અને જાનમાલને પણ નુકસાન થઈ રહ્યો છે.હાલ તળાવ તંત્રના માથાનો દુખાવો બની ગયો છે.