નર્મદા ડેમ ખાતે 30 દરવાજાને 2017માં બંધ કરાયાં : 2 વર્ષ બાદ ખોલાયા

મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે કેવડીયા કોલોની ખાતે આવેલાં નર્મદા ડેમએ 131 મીટરનું રૂલ લેવલ પાર કરી દેતા ગુરૂવારે રાત્રે ડેમના 26 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ભરૂચના કાંઠે છેલ્લા ચાર વર્ષથી સુકીભઠ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ છે. નર્મદા ડેમ વિશે આપ જે જાણવા માંગો છે તે અમે અહીં આપના માટે રજૂ કરી રહયાં છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં નર્મદા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યાં હતાં અને ત્યારથી ડેમ ઓવરફલો થતો બંધ થઇ ગયો છે. આજે 2019માં દરવાજા ખોલવામાં આવતાં સરદાર સરોવરના પાણી નર્મદા નદીમાં વહી રહયાં છે.
નર્મદા ડેમની તવારીખ :
1946 : સેન્ટર વોટર વે ઇરીગેશન અને નેવીગેશન કમિશન દ્રારા નર્મદા બંધ બાંધવા માટે તપાસ શરૂ.
1956 : કેવડીયા કોલોની નજીકના ગોરા ગામમાં નર્મદા બંધ બનાવવા પસંદગી
1959 : બે સ્ટેજમાં નર્મદા બંધ તૈયાર કરવાનો ડ્રાફટ તૈયાર.પ્રથમ સ્ટેજમાં ૧૬૦ ફુટ અને બીજા સ્ટેજમાં ૩૦૦ ફુટ બંધની ઉંચાઇ.
1961 : વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્રારા બંધનું ખાતમુર્હુત
1968 : બંધનુ કામ વિવાદમાં પડતા ગુજરાત સરકારે ભારત સરકારને ૧૯૫૬ના ઇન્ટર સ્ટેટ વોટર ડીસ્પ્યુટ ધારા મુજબ નર્મદા ટ્રીબ્યુનલ રચવાની માંગ કરી.
1969 : નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના
1972 : ટ્રીબ્યુનલ દ્રારા ગુજરાતને ડાયરેકશન આપવામાં આવ્યુ કે,નર્મદાના વિસ્થાપિતોને ઉકાઇ,સાબરમતી અને હાથમતીના વિસ્થાપિતો જેવુ વળતર આપવામાં આવે.
1972 : રાજસ્થાન અને મધયપ્રદેશ સરકારે નર્મદા બંધ સામેનો સ્ટે સુપ્રીમમાંથી ઉઠાવી લીધો,
1987 : સરદાર સરોવર ડેમ નર્મદા બંધ બનાવવાની કામગીરી શરૂ થઇ.
1994 : મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન સંસ્થા એ પુન:વસન અને પર્યાવરણ મુદ્દે ડેમ સામે વાંધો લીધો.સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી.
1999 : ડેમની ઉંચાઇ ૮૫ મીટરે પહોંચી
2000 : ડેમની ઉંચાઇ ૯૦ મીટરે પહોંચી
2002 : નર્મદાનું પાણી પ્રથમ વાર કેનાલ મારફતે સૌરાષ્ટ્રની બ્રાંચ કેનાલમાં વહાવવામાં આવ્યા.
2002 : ડેમની ઉંચાઇ ૯૫ મીટરે પહોંચી
2002 : વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ નર્મદા વિવાદનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે રાજયોને આદેશ આપ્યો.
2003 : ડેમની ઉંચાઇ ૧૦૦ મીટરે પહોંચી.
2004 : ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરે પહોંચી
2004 : બંધના પાવર જનરેશન ની શરૂઆત
2006 : ડેમની ઉંચાઇ ૧૨૧ મીટરની ઉંચાઇ વધારવાની માંગ સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમદાવાદ માં ૫૧ કલાકના ઉપવાસ પર બેઠા.
2006 : ડેમની ઉંચાઇ ૧૨૧.૯૨ મીટરે પહોંચી.
2008 : મુખ્ય નહેરના માધ્યમથી રાજ્સ્થાન પાણી પહોંચ્યુ.
2013 : સતત ૮૧ દીવસ સુધી ડેમ ઓવરફલો
2014 : ૧૨ જુન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટી એ ડેમને ૧૩૮.૬૮ મીટરની છેલ્લી ઉંચાઇ સુધી લઇ જવા માટે અને દરવાજા ખુલ્લા રાખવાની શરતે દરવાજા મુકવાની મંજુરી મળી.
2016 : ડેમનું સીમેન્ટ કોંક્રીટનુ કામકાજ પૂર્ણ
2017 : નર્મદા એમ ઉપર ૩૦ જેટલા દરવાજા મુકવાનું કમકાજ શરૂ. ૬૦’ x ૬૦’નાં ૭ દરવાજા અને ૬૦’ x૫૫’નાં ૨૩ દરવાજા મુકવાના કામકાજનો આરંભ.
2017 : મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે દરવાજા બંધ કરવામાં આવ્યાં :
2019 : નર્મદા ડેમના 26 દરવાજા 0.95 મીટરની સપાટીથી ખોલાયાં
નર્મદા ડેમની વિશેષતા :
- નર્મદા ડેમ ખાતે દરવાજા લાગતા પહેલાં મહત્તમ સપાટી 121.92 મીટર.
- 30 દરવાજા લાગી ગયા બાદ મહત્તમ સપાટી વધીને 138.68 મીટર થઇ.
- 121.92 મીટરની સપાટીએ ડેમમાં 4.75 મિલિયન એકર ફૂટ પાણીનો સંગ્રહ.
- 121.92 મીટરની સપાટીએ 7973 ગામ અને 118 શહેરોને પીવાનું પાણી આપવામાં આવતું હતું.
- 30 દરવાજા લાગી ગયાં બાદ ડેમમાં 7.70 મિલિયન એકર ફૂટ પાણીનો સંગ્રહ.
- દરવાજા લાગી જતાં 6 વર્ષ સુધી ગુજરાતને પીવા અને સિંચાઇ માટેનું પાણી આપી શકાશે.
- 15 જીલ્લા ના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇ નુ પાણી મળશે.
- દરવાજા લાગ્યાં બાદ રાજ્યના ૮૨૧૫ ગામડા અને ૧૩૫ શહેરી વિસ્તારો ને અવીરત પીવા માટે પાણી પૂરૂ પાડી શકાશે.
- ડેમના જળ વિદ્યુત મથકો વીજ ઉત્પાદન ક્ષમતા 1450 મેગાવોટથી વધીને 6,000 મેગાવોટ થશે.
- ઓવરફ્લોથી થતા ૪૨૭ કરોડ ઘનમીટર પાણીનો બગાડ અટકાવી શકાશે.
- નર્મદા ડેમ માં અત્યાર સુધી લગભગ ૬૮.૨૦ લાખ કયુબીટ મીટર કોન્ક્રીટ નો ઉપયોગ.
- નર્મદા ડેમ અમેરીકાના ગ્રાન્ટ કુલી બાદ ગ્રેવીટીમાં બીજા નંબરે.
- ૨૩ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ અને ૧૬.૭૬ મીટર પહોળાઇના.
- ૭ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ તેમજ ૧૮.૩૦ મીટર પહોળાઇ ના.
- દરવાજાઓનું કુલ વજન ૧૩,૦૦૦ મેટ્રીક ટન જેટલુ છે.
- એક ગેટ ખોલવામા આવેતો તેમાથી ૧,૦૦,૦૦૦ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થશે.
- દરવાજા ૧૯ વર્ષ પહેલા ૧૯૯૫ મા ૫૦ કરોડમા બનાવવામા આવ્યા હતા.
- નર્મદા યોજના પાછ્ળ હાલ સુધીનો ખર્ચ – ૪૭૦૦૦ કરોડ રૂપિયા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના કાનવા ગામ નજીકથી રૂ. 4.99 લાખથી...
27 Jun 2022 11:58 AM GMTભરૂચ: સ્ટેશન રોડ પર વધુ 3 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, પોલીસ...
27 Jun 2022 11:53 AM GMTઅમદાવાદ: રથયાત્રામાં પધારવા PM મોદીને પાઠવાયું નિમંત્રણ, રૂ.1.5 કરોડનો ...
27 Jun 2022 11:46 AM GMTભરૂચ: વર્ષોથી પગે ચાલવામાં અસમર્થ વૃદ્ધો જાતે થયા ચાલતા,જુઓ કોણે...
27 Jun 2022 11:03 AM GMTભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMT